Washington Sundar : રવિવારે માન્ચેસ્ટરમાં વોશિંગ્ટન સુંદરે રવિન્દ્ર જાડેજા સાથે મળીને ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરાવી. તમને જણાવી દઈએ કે માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતે પોતાની બીજી ઇનિંગમાં 4 વિકેટે 425 રન બનાવ્યા હતા અને મેચ ડ્રો થઈ હતી. રવિન્દ્ર જાડેજા 107 અને વોશિંગ્ટન સુંદર 101 રન બનાવીને અણનમ રહ્યા હતા. શુભમન ગિલે 103 રન અને કેએલ રાહુલે 90 રન બનાવ્યા હતા.
વોશિંગ્ટન સુંદરે તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. વોશિંગ્ટન સુંદરે રવિન્દ્ર જાડેજા સાથે મળીને 203 રનની અણનમ ભાગીદારી કરી. માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ ડ્રો કરીને વોશિંગ્ટન સુંદર રાતોરાત સ્ટાર બની ગયો છે.
સુંદર ફક્ત એક કાનથી જ સાંભળી શકે છે
ઘણા લોકો જાણતા નથી કે વોશિંગ્ટન સુંદર ફક્ત એક કાનથી જ સાંભળી શકે છે. જ્યારે તે ચાર વર્ષનો હતો, ત્યારે તેની બીમારીનો ખ્યાલ આવ્યો. ત્યારબાદ વોશિંગ્ટન સુંદરે તેના માતાપિતાને તેની આ નબળાઈ વિશે જણાવ્યું. ઘણી હોસ્પિટલોમાં સારવાર બાદ જાણવા મળ્યું કે આ રોગ અસાધ્ય છે. સુંદરને આ કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. પરંતુ તેણે આ નબળાઈને પોતાના પર હાવી થવા દીધી નહીં. વોશિંગ્ટન સુંદરનો જન્મ 5 ઓક્ટોબર 1999ના રોજ ચેન્નાઈમાં થયો હતો. વોશિંગ્ટન સુંદરે 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.
જાડેજા-સુંદરે ઓફર ઠુકરાવી તો અકળાયો ઇંગ્લેન્ડનો કેપ્ટન, સ્ટોક્સની 'શરમજનક હરકત'
વોશિંગ્ટન સુંદરે સદી પછી શું કહ્યું ?
માન્ચેસ્ટરમાં પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકાર્યા બાદ ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાની લાગણીઓ શેર કરી. ભારતીય ખેલાડી કહે છે કે દરેક સદી મહત્વની હોય છે, પરંતુ આ સદી ખૂબ જ ખાસ છે. સુંદરે કોચ ગૌતમ ગંભીરના મેસેજનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેણે મેચ ડ્રો કરવા માટે આખો દિવસ સંઘર્ષ કરવાની વાત કરી હતી.
કોચનો મેસેજ
મેચ પછી વોશિંગ્ટન સુંદરે 'જિયો હોટસ્ટાર' પર કહ્યું, 'આ ખૂબ જ ખાસ છે. સાચું કહું તો, આ લાગણીને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે, કારણ કે ટેસ્ટ સદી ખરેખર અનોખી હોય છે. દરેક સદી મહત્વની હોય છે, પરંતુ આ સદી ખૂબ જ ખાસ છે. મને પાંચમા નંબર પર બેટિંગ કરવાની તક મળી. મારું ધ્યાન આખો દિવસ સંઘર્ષ કરવા પર હતું. કોચનો પણ એ જ મેસેજ હતો. મને ખુશી છે કે અમે આ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યા.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે