નવી દિલ્હીઃ આજકાલ દરેકની ઇચ્છા સાઇડ ઇનકમની હોય છે. વધારાની આવક માટે ઘણા પાર્ટ ટાઇમ નોકરી કરે છે, કોઈ ઓનલાઈન બિઝનેસ કરે છે. કોઈ પોતાનું ખાલી પડેલું ઘર ભાડે આપે છે, જેથી સારી આવક થઈ શકે. જો તમે પણ તમારો ફ્લેટ કે મકાન ભાડે આપવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.
રેન્ટ સ્કેમના કેસ આવી રહ્યાં છે
આ દિવસોમાં એક નવા પ્રકારનો સ્કેમ ચાલી રહ્યો છે. તેને રેન્ટ સ્કેમ કહેવામાં આવે છે. જેમાં કોઈ વ્યક્તિ ભાડા પર ઘર કે ફ્લેટ લે છે. પછી રેન્ટ એગ્રીમેન્ટ કે ઓફિસ તરફથી માંગવામાં આવેલા એડ્રેસ પ્રૂફના નામ પર તમારા એડ્રેસનો ઉપયોગ કરી જીએસટી ફ્રોડ કરી રહ્યાં છે. આવો જાણીએ આ સ્કેમથી બચવા માટે મકાન માલિકે કઈ-કઈ સાવચેતી રાખવી જોઈએ.
ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન કરાવો
ભાડે આપતા પહેલા, ભાડૂઆતનું પોલીસ વેરિફિકેશન કરાવો. ઘણા લોકો આવું કરતા નથી, જેના કારણે તેઓ પાછળથી ઘણી સમસ્યાઓમાં ફસાઈ શકે છે. પોલીસ વેરિફિકેશન કરાવીને તમે આવા ભાડા કૌભાંડોથી બચી શકો છો.
આ પણ વાંચોઃ 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? બેસિક સેલેરી ₹18000 થી વધીને થઈ શકે છે ₹51480, જાણો
સ્ટેમ્પ પેપર પર કરાર તૈયાર કરો
ભાડૂઆતને ઘર કે ફ્લેટ ભાડે આપવા માટે સ્ટેમ્પ પેપર પર કરાર તૈયાર કરો. તેને નોટરી સાથે નોંધણી કરાવો. જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ ચૂકવો.
આધાર અને પાનની નકલ લેવાની ખાતરી કરો
ભાડૂઆતને ઘર આપતા પહેલા, આધાર, પાન કાર્ડ અને અગાઉના ભાડાના સરનામાની નકલ લો. જો તમે ઇચ્છો તો, તમે તમારા આધાર કાર્ડની તપાસ કરાવી શકો છો કે તે અસલી છે કે નકલી.
ઓફિસ કે બિઝનેસનું એડ્રેસ જરૂર રાખો
ભાડૂઆત કઈ જગ્યાએ કામ કરે છે? ઓફિસનું એડ્રેસ કયાં છે અને કયો બિઝનેસ કરે છે. તેની જાણકારી રાખો. જેથી જરૂર પડવા પર તમે તેને ટ્રેસ કરી શકો.
નાણાકીય વ્યવહારો પર કલમો શામેલ કરો
ભાડા કરારમાં આવા નાણાકીય વ્યવહારો અને કર સંબંધિત કલમોનો સ્પષ્ટપણે સમાવેશ કરો. ભાડા કરારમાં એ પણ ઉમેરો કે ભાડૂઆત આ સરનામાંનો ઉપયોગ GST નોંધણી અથવા કોઈપણ વ્યવસાયિક હેતુ માટે કરી શકશે નહીં.
તમારી સુવિધા-અસુવિધા પણ જણાવી દો
તે જ સમયે, જો તમને ઘરમાં માંસાહારી ખોરાક બનાવવામાં સમસ્યા હોય, તો ભાડૂતોને અગાઉથી આ વાત જણાવો. આ સિવાય, તમારી પાસે જે પણ નિયમો અને શરતો છે, તે ભાડૂત સાથે અગાઉથી નક્કી કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે