Home> Business
Advertisement
Prev
Next

SBI ના ચેરમેનનું મોટું નિવેદન, સરકાર આપી શકે છે વિભિન્ન સેક્ટરને પ્રોત્સાહન પેકેજ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ના ગર્વનર શક્તિકાંત દાસે સોમવારે એ વાત પર ભાર મુક્યો કે બધી બેંકોને ડિપોઝિટ અને લોન ઇંટરેસ્ટ રેટને રેપો રેટ સાથે લીંક કરી દેવું જોઇએ. તે સતત આ વાતને પુનરાવર્તિત કરતું આવે છે. તેમનું માનવું છે કે તેનાથી મોનિટરી ટ્રાંસમિશન પ્રોસેસમાં તેજી આવશે. 

SBI ના ચેરમેનનું મોટું નિવેદન, સરકાર આપી શકે છે વિભિન્ન સેક્ટરને પ્રોત્સાહન પેકેજ

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ના ગર્વનર શક્તિકાંત દાસે સોમવારે એ વાત પર ભાર મુક્યો કે બધી બેંકોને ડિપોઝિટ અને લોન ઇંટરેસ્ટ રેટને રેપો રેટ સાથે લીંક કરી દેવું જોઇએ. તે સતત આ વાતને પુનરાવર્તિત કરતું આવે છે. તેમનું માનવું છે કે તેનાથી મોનિટરી ટ્રાંસમિશન પ્રોસેસમાં તેજી આવશે. 

fallbacks

ગત અઠવાડિયે આર્થિક મોરચાને લઇને વડાપ્રધાન કાર્યાલય (PMO) અને નાણા મંત્રાલયના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણા મંત્રાલયના પાંચેય સચિવ સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ધનિક લોકો પર વધારવામાં આવેલા સરચાર્જ, ઓટો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં છવાયેલી સુસ્તી, GST ના દરમાં ઘટાડા સહિત તમામ મુદ્દાઓ પર બેઠકમાં થયેલી ચર્ચા અને પ્રોત્સાહન પેકેજ (Stimulus Package) આપવા અંગે પણ ચર્ચા થઇ છે. 

આ તમામ પરિસ્થિતો વચ્ચે સ્ટેટ બેંક (SBI) ના ચેરમેન રજનીશ કુમારે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે બેંકો પાસે પૈસા (લિક્વિડિટી)ની ખોટ નથી, પરંતુ લોન લેનાર ઘટી ગયા છે. લોનની માંગમાં ઘટાડો નોંધાયો છે. SBI ચેરમેને એ પણ કહ્યું કે અમે લોન લેનારાઓને આ ફ્લેક્સિબિલિટી આપીએ છીએ કે તે રેપો રેટ કટનો ફાયદો ઉઠાવી શકે છે. ઘણા પ્રકારની લોનને સીધી રેપો રેટ સાથે જોડવામાં આવી છે. મે 2019માં લોન અને ડિપોઝિટને રેપો રેટ સાથે જોડવામાં આવી હતી. જુલાઇ મહિનામાં હોમ લોનને પણ રેપો રેત સાથે જોડવામાં આવી હતી. 

નવા ગ્રાહકો માટે આ સુવિધા ઉપલબ્ધ છે. સાથે જ તેમણ અખ્યું કે આગામી દિવસોમાં અન્ય પ્રકારની લોનને પણ રેપો રેટ સાથે જોડવામાં આવી શકે છે. જોકે, આની સાથે સંકળાયેલા અન્ય પાસાઓ પર ગંભીરતાપૂર્વક વિચાર કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે સરકાર અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પ્રોત્સાહન પેકેજ પર વિચાર કરી રહી છે. NBFC સેક્ટરને લઇને SBI ચેરમેને કહ્યું કે સરકાર અને આરબીઆઇએ પ્લાનિંગ કરી લીધું છે. હવે એક્ઝિક્યૂશનનું કામ બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More