Home> India
Advertisement
Prev
Next

એરબસ ખરીદીના કેસમાં પી. ચિદમ્બરમને EDની નોટિસ, 23 તારીખે હાજર થવા આદેશ

બોઈંગ અને એરબસ કંપની પાસેથી રૂ.70,000 કરોડના 111 વિમાન ખરીદીનો કેસ છે, જેમાં ખાનગી એરલાઈન્સને નફો રળતા રૂટ અને શિડ્યુલ ફાળવી આપવું અને વિદેશી રોકાણ દ્વારા એક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટ ખોલવાની પણ વાત હતી 
 

એરબસ ખરીદીના કેસમાં પી. ચિદમ્બરમને EDની નોટિસ, 23 તારીખે હાજર થવા આદેશ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને એક ઉડ્ડયન સોદાના કેસમં નોટિસ ફટકારી છે, જેમાં તેમને 23 તારીખે સુનાવણી માટે હાજર રહેવાનું ફરમાન કરાયું છે. 

fallbacks

બોઈંગ અને એરબસ કંપની પાસેથી રૂ.70,000 કરોડના 111 વિમાન ખરીદીનો કેસ છે, જેમાં ખાનગી એરલાઈન્સને નફો રળતા રૂટ અને શિડ્યુલ ફાળવી આપવું અને વિદેશી રોકાણ દ્વારા એક ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટ ખોલવાની પણ વાત હતી.

પૂર્વ ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલને પણ આ કેસમાં ગયા અઠવાડિયે સીબીઆઈ દ્વારા પુછપરછ માટે બોલાવાયા હતા. રાષ્ટ્રી એરલાઈન્સ એર ઈન્ડિયાને બદલે વિદેશી એરલાઈન્સની તરફેણ કરવાના તેમના પર આરોપો છે. તેઓ એ સમયે ઉડ્ડ્યન ક્ષેત્રના લોબિઈસ્ટ દીપક તલવાર સાથે સતત સંપર્કમાં હતા. એવો આરોપ છે કે, આ સોદામાં એર ઈન્ડિયાને બહાર રાખવા માટે દીપક તલવાર પટેલ સાથે સીધી વાટાઘાટો કરી રહ્યા હતા. 

અફઘાનિસ્તાનઃ જલાલાબાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 66 ઘાયલ 

ઉલ્લેખનીય છે કે, પ્રફુલ્લ પટેલ વર્ષ 2004થી 2011 દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. ઈડીએ તલવાર સામે જે ચાર્જશીટ દાખલ કરી છે, તેમાં પટેલનું પણ નામ છે. 

દીપક તલવારને ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં યુએઈમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યા હતા અને હાલ તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે. આ દરમિયાન એરસેલ-મેક્સિસ કેસમાં પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે પણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. 

તત્કાલિકન કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમણે માર્ચ 2006માં એરસેલ-મેક્સિસ કેસમાં ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને રોકાણની મંજૂરી આપી દીધી હતી, જ્યારે કે તેમની પાસે માત્ર રૂ.600 કરોડથી નીચેની રકમના રોકાણને જ મંજુરી આપવાની સત્તા હતી. આ મર્યાદથી વધુની રકમના રોકાણમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી લેવાની હોય છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More