Home> Business
Advertisement
Prev
Next

જેટ એરવેઝ મામલે SBIએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે...

તેમણે નિવેદન કર્યું છે કે હાલમાં અનેક વિકલ્પો વિશે વિચારણા કરવામાં આવી રહી છે અને કાયદાકીય વિકલ્પોની ચકાસણી પણ કરાઈ રહી છે. જેટ એરવેઝમાં અનેક રોકાણકારોએ રસ દર્શાવ્યો છે. 

જેટ એરવેઝ મામલે SBIએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું કે...

દિલ્હી : નાણાંકીય સંકટને કારણે અસ્થાયી સ્તરે પોતાનું સર્વિસ બંધ કરી ચુકેલી એરલાઇન જેટ એરવેઝનું ભવિષ્ય કેટલાક અનુભવી લોકોને ધુંધળું લાગે છે અને તેમને એરલાઇન્સ પાછી પાટા પર ચડે એના સંજોગો બહુ ઓછા લાગે છે. જોકે આ સંજોગોમાં પણ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ)ના અધ્યક્ષ રજનીશ કુમાર આશાવાદી છે અને તેમણે સ્પષ્ટતા કરી છે કે એક અઠવાડિયાની અંદર પરિસ્થિતિનો સ્પષ્ટ તાગ મેળવી શકાશે. તેમણે નિવેદન કર્યું છે કે હાલમાં અનેક વિકલ્પો વિશે વિચારણા કરવામાં આવી રહી છે અને કાયદાકીય વિકલ્પોની ચકાસણી પણ કરાઈ રહી છે. જેટ એરવેઝમાં અનેક રોકાણકારોએ રસ દર્શાવ્યો છે. 

fallbacks

સોમવારથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઈ શકે છે ભડકો, કારણ કે...

રજનીશ કુમારે સ્પષ્ટતા કરી છે કે અમારે અમારે તપાસ કરવાની છે કે જે રોકાણકારોએ રસ દર્શાવ્યો છે તેમની પાસે પુરતા પૈસા અને સંશાધન છે કે નહીં. આ રોકાણકારો કેટલા ગંભીર છે એ તપાસવાનું છે. રજનીશ કુમારે કહ્યું કે ત્રણ રોકાણકારો એવા છે કે જેમણે ટેકનિકલી બીડિંગ ભાગ લીધા વગર બિડિંગ જમા કરાવી છે. અમે આવા રોકાણકારોની ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છીએ. એસબીઆઇની આગેવાની હેઠળના બેન્કોના સમૂહે રૂ.8400 કરોડ રૂપિયાની વસૂલાત માટે જેટ એરવેઝના વેચાણની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ટીપીજી કેપિટલ, ઇન્ડિગો પાર્ટનર્સ, નેશનલ ઇક્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને એતિહાદ એરવેઝે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) જમા કરાવ્યું છે. 10મી મેના છેલ્લા દિવસે એતિહાદ એરવેઝે બાઇન્ડિંગ બિડ જમા કરાવી હતી.  અબુધાબીની એરલાઇન્સ કંપની એતિહાદ એરવેઝ વર્તમાનમાં જેટ એરવેઝમાં 24 ટકા હિસ્સેદારી ધરાવે છે. હાલ જેટ એરવેઝને ખરીદવાની રેસમાં એતિહાદ એરવેઝ એક માત્ર કંપની બચી છે. 

જાણકારોનું કહેવું છે કે બેન્કોના સમૂહને એતિહાદ એરવેઝનું બાઇન્ડિંગ બિડિંગ વધારે ગમ્યું નથી. એતિહાદે બંધ પડેલી જેટ એરવેઝમાં રૂ.1700 કરોડનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી છે જ્યારે કંપનીને બેઠી કરવા માટે રૂ.15 હજાર કરોડના મૂડીરોકાણની આવશ્યકતા છે. તે ઉપરાંત એતિહાદ એરવેઝે 26 ટકાથી વધારે હિસ્સેદારી થતા ઓપન ઓફર લાવવાની શરતોમાં પણ છુટછાટો માંગી છે. હાલમાં જેટ અવેરઝના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ), ચીફ ફાઇનાન્સ ઓફિસર (સીએફઓ) અને કંપની સેક્રેટરીએ અંગત કારણ આગળ ધરીને રાજીનામું આપી દીધું છે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More