નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકો ઓફ ઇન્ડીયા (એસબીઆઇ)એ ઘર ખરીદવા માટે બંપર ઓફર રજૂ કરી છે. જો તમે પહેલીવાર ઘર ખરીદવા જઇ રહ્યા છો તો એસબીઆર હોમ લોન પર 2.67 લાખની છૂટ આપશે. આ છૂટ સબસિડીના રૂપમાં આપવામાં આવશે. એસબીઆઇએ તેના માટે 'અપને સપનો કા ઘર હો શકતા હૈ' ટેગલાઇન પણ આપી છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ઓનલાઇન એપ્લાઇ કરી શકાય છે.
SBI જ નહી, આ બેંકના એટીએમમાંથી પણ ડેબિટ કાર્ડ વિના નિકાળી શકો છો કેશ
શું છે એસબીઆઇની ઓફર
પહેલીવાર ઘર ખરીદનારને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)ના હેઠળ 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. આ 2.67 લાખ રૂપિયાની સબસિડી તમારી હોમ લોન પર થનાર વ્યાજ પર આપવામાં આવે છે. તેનો અર્થ તમારી હોમ લોન પર થનાર વ્યાજમાંથી 2.67 રૂપિયા ચૂકવવા પડશે નહી. હાલ,એસબીઆઇ હોમ લોનનો વાર્ષિક વ્યાજ દર 8.60 ટકા છે.
બીજા ઘણા બધા મળશે ફાયદા
SBI એ હોમ લોનવાળા ગ્રાહકોને સબસિડીની સાથે ઘણા આકર્ષક ઓફર મળી રહી છે. તેમાં હોમ લોન પર ટેકઓવર લેનારને બેંક કોઇપણ પ્રોસેસિંગ ફી લેશે નહી. સાથે જ SBI ગ્રાહક બ્રિજ હોમ લોનની મદદથી પોતાના જૂના ઘરનું રિનોવેશન પણ કરાવી શકો છો. આ ઉપરાંત હોમ લોન પર ટોપ અપ લોનની સુવિધા મળી રહી છે.
બે નવા સ્લેબ તૈયાર થશે
PMAY હેઠળ સબસિડીને 3 લાખ રૂપિયા સુધી કમાનાર આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને 6 લાખ રૂપિયા સુધી કમાનાર ઓછી આવકવાળા ગ્રુપ (LIG) ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. સબસિડી માટે બે નવા સ્લેબ તૈયાર કર્યા બાદ આ દાયરામાં 12 અને 18 લાખ રૂપિયા સુધી કમાનાર લોકોને પણ સામેલ થઇ જશે. જોકે લોનની રકમથી અલગ સબસિડીની રકમ બધા માટે ફિકસ્ડ છે.
SBI બેંક ખાતામાં બેલેન્સ ઓછું હશે તો લાગશે આટલો ચાર્જ, જાણો કેટલો લાગશે ચાર્જ
કોને કેટલી મળશે સબસિડી
HOME LOAN ચૂકવ્યા બાદ NOC લેવું કેમ જરૂરી? જાણો NOC લેવાના ફાયદા
પ્રીપેમેંટ પર કોઇ વધારાનો ચાર્જ નહી
SBI પોતાના ગ્રાહકોને જલદી લોન ભરવા માટે પ્રીપેમેંટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. તેના હેઠળ તમારે કોઇપણ પ્રકારની પેનલ્ટી ચૂકવવી નહી પડે. પ્રીપેમેંટ દ્વારા તમે વ્યાજની ચૂકવણીમાં બચત કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે