Home> Business
Advertisement
Prev
Next

લોન થઈ જશે સાવ સસ્તી! રેપો રેટમાં સૌથી મોટો ઘટાડો થઈ શકે છે, જાણો વિગત

RBI Repo Rate: SBIના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંકે રેપોમાં અડધા ટકાનો મોટો કાપ મૂકવો જોઈએ કારણ કે તે વધુ અસરકારક રહેશે.

લોન થઈ જશે સાવ સસ્તી! રેપો રેટમાં સૌથી મોટો ઘટાડો થઈ શકે છે, જાણો વિગત

RBI Repo Rate: આર્થિક મોરચા પર આગામી દિવસોમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા વધુ રાહત આપવામાં આવી શકે છે. માર્ચ મહિનામાં, ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ઘટીને 3.34 પર આવી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સૌથી નીચું સ્તર છે. SBIના અહેવાલમાં જણાવાયું છે કે ફુગાવામાં વધુ ઘટાડો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, RBI નાણાકીય વર્ષ 2025-26માં દરમાં લગભગ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.

fallbacks

સોમવારે SBIના અહેવાલમાં જણાવાયું છે કે જૂન અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી RBIની બેઠકોમાં લગભગ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ 2026ના બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.

રેપો રેટમાં વધુ ઘટાડાની સંભાવના
ઉલ્લેખનીય છે કે આ પહેલા આરબીઆઈએ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેમાં ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઈન્ટ અને 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં થયો હતો.

એસબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ મહિનામાં નીચે પહોંચેલો મોંઘવારી દર આગળ ચાલી મોંઘવારી સામાન્ય રહેવાની સંભાવના જોતા જૂન અને ઓગસ્ટમાં પોલિસી રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. તેમાં આગળ જણાવવામાં આવ્યું કે બીજા છ મહિનામાં 50 બેસિસ પોઈન્ટના વધુ ઘટાડાની સંભાવના છે.

આ પણ વાંચોઃ અદાણીના સહયોગીઓએ લાંચ કેસમાં ટ્રમ્પની ટીમ સાથે કરી મીટિંગ, બ્લુમબર્ગનો ધડાકો

હજુ ઘટી શકે છે મોંઘવારી
SBIના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંકે રેપોમાં અડધા ટકાનો મોટો કાપ મૂકવો જોઈએ કારણ કે તે વધુ અસરકારક રહેશે. અહેવાલમાં જણાવાયું છે કે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો ઝડપથી ઘટ્યો છે અને માર્ચ 2025 માં 3.34 ટકાના 67 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. ખાદ્ય ફુગાવામાં ઝડપી સુધારાને કારણે આ શક્ય બન્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આર્થિક સંશોધન વિભાગ દ્વારા 'ફુગાવા અને દર ઘટાડાનો માર્ગ' નામના સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025-26 માટે વર્તમાન ભાવે કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વૃદ્ધિ 9-9.5 ટકાની રેન્જમાં રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં, ઓછી વૃદ્ધિ અને ઓછા ફુગાવાને ધ્યાનમાં રાખીને, નીતિ દરોમાં ઘટાડો કરવાની સારી તક છે.

"માર્ચમાં ઘણા વર્ષોના સૌથી નીચા ફુગાવા અને આગળ મધ્યમ ફુગાવાની અપેક્ષાઓ સાથે, અમને જૂન અને ઓગસ્ટમાં 0.75 ટકાનો દર ઘટાડો અને ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં અડધા ટકાનો ઘટાડો થવાની અપેક્ષા છે," અહેવાલમાં જણાવાયું છે. આ રીતે, કુલ કાપ લગભગ 1.25 ટકા હોઈ શકે છે." રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 0.25 ટકાના ઘટાડાને બદલે, 0.5 ટકાનો ઘટાડો વધુ અસરકારક રહેશે. રિપોર્ટ અનુસાર, 2025માં ડોલર-રૂપિયાનો વિનિમય દર 85-87 રૂપિયાની રેન્જમાં રહેવાની ધારણા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More