Supreme Court Judges Property: સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની સંપત્તિની જાણકારી જાહેર કરી છે. 1 એપ્રિલે બધા જજોની બેઠકમાં આ નિર્ણય થયો હતો. હવે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, આગામી ચીફ જસ્ટિસ બી આર ગવઈ સહિત 33 જજોની સંપત્તિની જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. જજોએ પોતાના અને પોતાના પરિવારના ફ્લેટ/મકાન, પૈતૃક સંપત્તિ, ખેતી જમીન, બેંક ખાતા, ઘરેણા જેવી તમામ વાતોની માહિતી જાહેર કરી છે.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની વાત કરીએ તો તેમની પાસે દક્ષિણ દિલ્હીમાં એક 3 બેડરૂમનો ફ્લેટ છે, દિલ્હીના કોમનવેલ્થ વિલેજમાં 4 બેડરૂમનો ફ્લેટ છે, જેની સાથે બે પાર્કિંગ પણ છે. ગુરૂગ્રામમાં એક ફ્લેટમાં 56 ટકા ભાગીદારી છે. હિમાચલ પ્રદેશના ડલહૌજીમાં પૈતૃક સંપત્તિમાં તેમનો ભાગ છે. ચીફ જસ્ટિસે બેંક ખાતા, પીએફ ખાતું, શેર, સોના જેવી માહિતી પણ જાહેર કરી છે. તેમણે પોતાના પત્ની અને પરિવારની સંપત્તિની પણ જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ પિતા ભારતમાં મંત્રી, પુત્ર પાકમાં સેના અધિકારી, ત્યારે બંને દેશ વચ્ચે શરુ થયું યુદ્ધ
આગામી ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા ગવઈની સંપત્તિ
આ રીતે વરિષ્ઠ જજ અને 14 મેએ ચીફ જસ્ટિસ બનવા જઈ રહેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ પણ જણાવ્યું કે તેમની પાસે મહારાષ્ટ્રના અમરાવતીમાં મકાન અને ખેતી જમીન છે, જે તેમને સ્વર્ગીય પિતા પાસેથી વારસામાં મળી હતી. તેમની પાસે મુંબઈના બાંદ્વા અને દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં પણ ફ્લેટ છે. આ સાથે નાગપુરમાં ખેતી જમીન છે. જસ્ટિસ ગવઈએ પોતાના બેંક ખાતા, સોના જેવી સંપત્તિ સિવાય પત્નીની સંપત્તિની પણ જાણકારી આપી છે.
વેબસાઇટ પર બધા 33 જજોની સંપત્તિનો ડેટા ઉપલબ્ધ
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તમામ 33 ન્યાયાધીશોની મિલકતની માહિતી ઉપલબ્ધ છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત ચર્ચાઓ વચ્ચે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સંપત્તિ જાહેર કરવા અંગે ન્યાયાધીશોની ફુલ કોર્ટ મીટિંગમાં પસાર કરાયેલ પ્રસ્તાવ ભવિષ્યમાં પણ લાગુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે