Post Office: આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ, જે ખાસ સીનિયર સિટીઝન માટે તૈયાર કરવામાં આવી છે. આ સરકારી સ્કીમ હેઠળ સીનિયર સિટીઝન દર મહિને વ્યાજ દ્વારા માસિક આવક મેળવી શકે છે અને નિવૃત્તિ બાદનું જીવન સરળતાથી પસાર કરી શકે છે. તેવામાં જો તમે સીનિયર સિટીઝન છે અને તમારા પૈસાને એક સારી સ્કીમમાં રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS એક ખાસ સ્કીમ છે, જેમાં સીનિયર સિટીઝન રોકાણ કરી માસિક આવક મેળવી શકે છે.
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો રોકાણ કરી શકે છે. ખાસ વાત છે કે આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો છે. તમે ઈચ્છો તો આ સ્કીમને આગળ વધારી શકો છો.
આ પણ વાંચોઃ LIC ની નવી FD સ્કીમ, માત્ર એકવાર પૈસા જમા કરો અને દર મહિને થશે આવક, જાણો દરેક વિગત
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રિટર્ન
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં વાર્ષિક 8.2 ટકાના દરથી રિટર્ન મળે છે. તો આ સ્કીમમાં સીનિયર સિટીઝન વધુમાં વધુ 30 લાખનું રોકાણ કરી શકે છે. આ સાથે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ટેક્સનો પણ લાભ મળે છે. આવકવેરા એક્ટના સેક્શન 80C હેઠળ આ સ્કીમમાં 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સ બચતનો લાભ મળે છે.
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 20 હજારની માસિક આવક
જો તમે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં એક સાથે 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક 8.2 ટકાના દરે રિટર્ન મળશે. આ રીતે તમે દર વર્ષે 2.46 લાખ રૂપિયાનું વ્યાજ મેળવી શકશો. તેવામાં તમારી માસિક આવક 20500 રૂપિયા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે