Home> Sports
Advertisement
Prev
Next

વિમ્બલ્ડનના નવા બાદશાહ સિનરને લાગ્યો જેકપોટ, ટ્રોફી સાથે મળી એટલી ઈનામી રકમ કે જાણીને દંગ રહી જશો

Jannik Sinner : વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી જેનિક સિનરે આખરે કાર્લોસ અલ્કારાઝને ટક્કર આપીને 13 જુલાઈના રોજ તેનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું. જેનિક સિનરની કારકિર્દીમાં આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે.

વિમ્બલ્ડનના નવા બાદશાહ સિનરને લાગ્યો જેકપોટ, ટ્રોફી સાથે મળી એટલી ઈનામી રકમ કે જાણીને દંગ રહી જશો

Jannik Sinner : વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી સિનરે કાર્લોસ અલ્કારાઝને હરાવીને પોતાનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. સિનરે 35 દિવસ પહેલા ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝ પાસેથી પોતાની હારનો બદલો પણ લીધો છે. વિમ્બલ્ડનનું ટાઈટલ જીતતા જ સિનરને જેકપોટ લાગ્યો છે. તેને ટ્રોફી સાથે એટલી ઈનામી રકમ મળી છે કે આંકડો જાણીને તમે દંગ રહી જશો. 

fallbacks

યાનિક સિનર વિમ્બલ્ડનનો નવો બાદશાહ

ઇટાલીના ટેનિસ ખેલાડી જેનિક સિનરે વિમ્બલ્ડન પુરુષોની ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝ સાથે પોતાનો જૂનો સ્કોર સરભર કર્યો, તેને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવ્યો. 24 વર્ષીય સિનરના ગ્રાન્ડ સ્લેમ ટાઇટલની સંખ્યા હવે ચાર થઈ ગઈ છે. સિનરે બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન (2024 અને 2025) ટાઇટલ જીત્યું છે. સિનરે યુએસ ઓપન (2024) અને વિમ્બલ્ડન (2025) ટાઇટલ પણ એક વાર જીત્યો છે.

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, WTCમાં પહેલીવાર કોઈ ક્રિકેટરે આવું કર્યું

સિનરને લાગ્યો જેકપોટ 

વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યા પછી સિનરને જેકપોટ લાગ્યો છે. સિનરે પૈસાનો વરસાદ કર્યો છે. વિમ્બલ્ડન વિજેતાની ચમકતી ટ્રોફી ઉપરાંત સિનરને મોટી ઇનામી રકમ મળી છે. વિજેતા બન્યા પછી સિનરને વિમ્બલ્ડનની ચમકતી ટ્રોફી ઉપરાંત 30,00,000 પાઉન્ડ એટલે કે લગભગ રૂપિયા 34.77 કરોડની ઇનામી રકમ મળી છે.

અલ્કારાઝ પણ માલામાલ

સિનર સામે ફાઇનલમાં હારી ગયેલા વિમ્બલ્ડન રનર-અપ કાર્લોસ અલ્કારાઝને 15,20,000 પાઉન્ડ એટલે કે લગભગ રૂપિયા 17.61 કરોડની ઇનામી રકમ મળી છે. 22 વર્ષની ઉંમરે સ્પેનના યુવા ટેનિસ સેન્સેશન કાર્લોસ અલ્કારાઝ સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડી રહ્યા છે. કાર્લોસ અલ્કારાઝે માત્ર 22 વર્ષની ઉંમરે 5 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. કાર્લોસ અલ્કારાઝે બે ફ્રેન્ચ ઓપન, બે વિમ્બલ્ડન અને એક યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More