Home> Business
Advertisement
Prev
Next

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્ટમાં 1100, નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો


ગુરૂવારે કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 1100 પોઈન્ટ તથા નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થયો હતો.
 

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્ટમાં 1100, નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ શેર બજારની હાલત એકવાર ફરી માર્ચ મહિના જેવી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં બિકાવાલી જોવા મળી રહી છે. સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરૂવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ 1100 પોઈન્ટના ઘટાડા સાથે 36,550ના સ્તર પર આવી ગયો હતો. નિફ્ટીની વાત કરીએ તો 350 પોઈન્ટના ઘટાડા સાથે 10,800 પોઈન્ટ પર પહોંચી ગઈ હતી. 

fallbacks

બેન્કિંગ, આઈટી, ઓટોના શેરમાં ઘટાડો
કારોબાર દરમિયાન બીએસઈ ઇન્ડેક્સના બધા શેર લાલ નિશાન પર હતા. કારોબારના છેલ્લી કલાકમાં ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 8 ટકાનો કડાકો થયો હતો. બજાજ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પણ ટોપ લૂઝરમાં સામેલ રહ્યાં હતા. ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, મારૂતિ, એરટેલના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. 
fallbacks

શું છે ઘટાડાનું કારણ
હકીકતમાં વૈશ્વિક સ્તર પર કોરોનાના વધતા કેસ અને વેક્સિનને લઈને કોઈ ચોક્કસ ઉપાયગ ન હોવાને કારણે રોકાણકારોની ચિંતા વધી છે. તેવામાં વૈશ્વિક રોકાણકાર સતર્ક છે. તો ઘરેલૂ બજારમાં નફો વસૂલી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શેરધારકોને એલર્ટ કરતા કહ્યુ હતુ કે, શેર બજારની સ્થિતિ હકીકતમાં અર્થવ્યવસ્થા પ્રમામે દેખાતી નથી, તેથી તેમાં ઘટાડો થઈ શકે છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More