Share Market: ભારતીય શેર માર્કેટ છેલ્લા પાંચ મહિનામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. આવું પ્રથમવાર 1996માં થયું હતું, જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સતત પાંચ મહિના સુધી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં નિફ્ટીમાં 12.65 ટકા અને સેન્સેક્સમાં 11.54 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાને કારણે બીએસઈનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે અને ઈન્વેસ્ટરોના 92 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
ઓક્ટોબરથી થઈ શરૂઆત
શેરબજારમાં નુકસાનનો આ આંકડો ફેબ્રુઆરીમાં સૌથી વધુ 40.80 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે 31 જાન્યુઆરીએ BSEનું માર્કેટ કેપ રૂ. 4,24,02,091.54 લાખ કરોડ હતું, જ્યારે 28 ફેબ્રુઆરીએ ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં તેને રૂ. 3,84,01,411.86 કરોડનું નુકસાન થયું હતું. શેરબજારમાં ઘટાડાનો આ સમયગાળો ઓક્ટોબરથી શરૂ થયો હતો, જ્યારે રોકાણકારોને રૂ. 29.63 લાખ કરોડનું નુકસાન થયું હતું. માત્ર નવેમ્બર મહિનામાં જ રોકાણકારોને રૂ. 1.97 લાખ કરોડનો નફો થયો હતો. ડિસેમ્બરમાં 4.73 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને જાન્યુઆરીમાં આ આંકડો વધીને 17.93 લાખ કરોડ રૂપિયા થયો હતો.
આ પણ વાંચોઃ વધુ એક કંપનીનો IPO લઈને આવી રહ્યું છે TATA ગ્રુપ, જાણો ક્યારે થશે લિસ્ટિંગ
શું છે આ ઘટાડાનું કારણ?
શેર બજારમાં થઈ રહેલા ઘટાડા પાછળ ઘણા કારણો છે. તેમાં વિદેશી ઈન્વેસ્ટરોની બિકવાલી સૌથી મોટું કારણ છે. FPI ઓક્ટોબરથી સતત અત્યાર સુધી 2.13 લાખ કરોડ રૂપિયાના શેર વેચી દીધા છે. આ સાથે ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણયની અસર પણ બજાર પર પડી છે. તેની પાછળ એશિયન બજારના ઘટાડાને પણ નજરઅંદાજ કરી શકાય નહીં. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 3 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2.7 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ 1.5 ટકા તૂટી ગયો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે