Home> Business
Advertisement
Prev
Next

ગુજરાતી એક્સપર્ટની ભવિષ્યવાણી! ટ્રમ્પે ટ્રેડ વોર જાહેર કર્યું, હવે લડાઈ વિશ્વ યુદ્ધથી નહિ, ટ્રેડ વોરથી થશે

Share Market Crash : વિશ્વના બજારો પર ફૂટ્યો ટ્રમ્પનો ટેરિફ બોમ્બ.. ભારતીય શેરબજારમાં પણ 4 ટકાનો કડાકો.. સેન્સેક્સ 3100 પોઈન્ટ તો નિફ્ટી 1 હજાર પોઈન્ટ તૂટ્યું... વિશ્વભરમાં રોકાણકારો ધોવાયા... 
 

ગુજરાતી એક્સપર્ટની ભવિષ્યવાણી! ટ્રમ્પે ટ્રેડ વોર જાહેર કર્યું, હવે લડાઈ વિશ્વ યુદ્ધથી નહિ, ટ્રેડ વોરથી થશે

Trade War In World : ભારતીય શેરબજારમાં માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો થયો છે. નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. તો સેન્સેક્સ અને નિફ્ટી બંને 4 ટકાથી વધુ નીચે પટકાયું. વિશ્વભરના શેરબજારમાં ભારે તબાહી મચી છે. 8 ટકાથી વધુના ઘટાડા સાથે જાપાનના માર્કેટમાં ટ્રેડિંગ બંધ થયું છે. દક્ષિણ કોરિયાનું બજાર પણ 5.5 ટકા તૂટ્યું. ઓસ્ટ્રીયાનું શેરમાર્કેટ પણ 6.3 ટકા ધોવાયું. હોંગકોંગનું શેરબજારમાં પણ 9 ટકાનો કડાકો નોંધાયો. તો તાઈવાનના સ્ટોકમાર્કેટમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ત્યારે શેર માર્કેટના એક્સપર્ટે ટ્રમ્પ દ્વારા આ ટ્રેડ વોર જાહેર કરવામાં આવ્યું છે તેવી ચેતવણી કરી છે. 

fallbacks

ભારતીય શેરબજારમાં હચમચાવી દેતો ભૂકંપ
આજે ખૂલતા બજારે ભારતીય શેર માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો થયો છે. તો નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને 4 ટકાથી વધુ નીચે પટકાયું છે. ટ્રમ્પની ટૈરિફ નીતિની વૈશ્વિક બજાર પર અસર થઈ છે. વિશ્વભરના શેરબજારમાં ભારે તબાહી મચી છે. 8 ટકાથી વધુના ઘટાડા સાથે જાપાનના માર્કેટમાં ટ્રેડિંગ બંધ થયું છે. દક્ષિણ કોરિયાનું બજાર પણ 5.5 ટકા તૂટ્યું. ઓસ્ટ્રીયાનું શેરમાર્કેટ પણ 6.3 ટકા ધોવાયું. હોંગકોંગનું શેરબજારમાં પણ 9 ટકાનો કડાકો નોંધાયો. તાઈવાનના સ્ટોકમાર્કેટમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો. 

fallbacks

વિશ્વ યુદ્ધ નહિ, ટ્રેડ વોર આવશે 
ભારતીય શેર બજારમાં કડાકો થતા શેર બજારના એક્સપર્ટ પરેશ વાઘાણીએ મોટી ભવિષ્યવાણી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરીફ લગાવવામાં આવતા વૈશ્વિક બજારોમાં કડાકો આવ્યો છે. આવામાં પરેશ વાઘાણીએ નાના રોકાણકારોને શેર બજારથી દૂર રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, એપ્રિલ મહિના બાદ નાના રોકાણકારોએ શેર બજારમાં રોકાણ કરવા વિચારવું જોઈએ. ટ્રમ્પ દ્વારા આ ટ્રેડ વોર જાહેર કરવામાં આવી છે તેવું જ કહેવાય. હવે વિશ્વ યુદ્ધ લડાઈ લડીને નહિ ટ્રેડ વોરથી જ લડવામાં આવશે. આર્થિક રીતે નુકસાન પહોંચે તેવી લડાઈ છે. 

fallbacks

જાપાનના શેરબજારમાં તીવ્ર ઘટાડો 
જાપાનનું શેર બજાર, ખાસ કરીને નિક્કી 225 ઇન્ડેક્સ, તીવ્ર ઘટાડાનો સામનો કરી રહ્યું છે. નવીનતમ અહેવાલો અનુસાર, નિક્કી 225 આજે સવારે 7.35%થી 8.65% સુધી ઘટ્યું છે, જે 2023ના ઓક્ટોબર પછીનું સૌથી નીચું સ્તર છે. આ ઘટાડો એટલો તીવ્ર હતો કે જાપાનના ફ્યુચર્સ માર્કેટમાં સર્કિટ બ્રેકર લાગુ કરવામાં આવ્યું, 

સિંગાપોરનું શેર બજાર આજે સવારે 7% ઘટ્યું છે, જે એક તીવ્ર નીચે તરફનું વલણ દર્શાવે છે. આ ઘટાડો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ખાસ કરીને યુએસ દ્વારા નવા ટેરિફ (આયાત શુલ્ક)ની જાહેરાતને કારણે થયેલી બજારની અસ્થિરતા સાથે જોડાયેલો હોઈ શકે છે, જેની અસર એશિયાઈ બજારો પર પડી રહી છે.

એશિયાઈ બજારોમાં પણ સમાન ઘટાડો જોવા મળ્યો છે, જેમ કે હોંગકોંગમાં 8.7%, જાપાનમાં 6%, અને ચીનમાં 5.5%નો ઘટાડો નોંધાયો છે.

આ 4 મ્યુચ્યુઅલ ફંડ 1 વર્ષમાં આપે છે 90% વળતર, તમે આમાંથી કયામાં રોકાણ કર્યું?

 

 

મંદીનો ખતરો, હવે શું થશે?
તે તમામ કંપનીઓ કે જેઓ તેમના ઉત્પાદનો અમેરિકા મોકલે છે તેમના શેરમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય-અમેરિકન બજારોમાં મંદીની સંભાવના વધીને 60 ટકા થઈ ગઈ છે. આજે, શેરબજારમાં કડાકા પછી અન્ય એક નિષ્ણાત શરદ કોહલીએ ઝી ન્યૂઝને સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પે વિશ્વભરના શેરબજારોને હચમચાવી દીધા છે. હવે મંદીનો મોટો ખતરો દેખાય છે.

fallbacks

તેમણે કહ્યું કે કાચા તેલની કિંમત ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ એક સંકેત છે કે વિશ્વભરમાં મંદીનો ભય છે. લોકો તેમની નોકરી ગુમાવી શકે છે. કંપનીઓ અને વ્યવસાયો બંધ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર અટકી શકે છે. સપ્લાય ચેઇન ખરાબ થઈ શકે છે.

બજાર તૂટી રહ્યું છે, હવે શું કરવું?
રોકાણકારોને સલાહ આપતા માર્કેટ એક્સપર્ટ કોહલીએ કહ્યું કે રોકાણકારોએ ગભરાવું જોઈએ નહીં. આવી પરિસ્થિતિઓમાં લોકો ડરી જાય છે અને આડેધડ શેર વેચે છે. જ્યારે બજાર હંમેશા એક તરફ જતું નથી. બજાર પણ ઝડપથી ભૂલી જાય છે. જો હજુ પણ નફો હોય તો તમે બહાર નીકળી શકો છો પણ જો ખોટમાં હોવ તો મારી સલાહ છે કે ઉતાવળમાં વેચાણ ન કરો. થોડી રાહ જુઓ, બજાર ફરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More