Home> Business
Advertisement
Prev
Next

Stock Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ, એક્સપર્ટે કરી મંદીની ભવિષ્યવાણી, નોકરીઓ જઈ શકે

જે વાતનો ડર હતો એ જ થઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ટેરિફ બોમ્બ ફોડ્યો છે તેનાથી દુનિયાભરના શેર બજારમાં ઉથલપાથલ મચી છે. ભારતીય શેર બજારોમાં પણ આજે ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો. એક્સપર્ટે મંદીની આશંકા વ્યક્તિ કરી છે. 

Stock Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ, એક્સપર્ટે કરી મંદીની ભવિષ્યવાણી, નોકરીઓ જઈ શકે

અમેરિકાના ટેરિફ બોમ્બની શેર બજાર પર  તગડી અસર પડી છે. દુનિયાભરના શેર બજારોમાં ભારે ઉથલપાથલ મચી છે. આજે સવારે સેન્સેક્સ પણ ખુલતા જ 3000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 1000થી વધુ પોઈન્ટ ગગડ્યો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 3,939.68 અંકના ભારે ઘટાડા સાથે 71,425.01પોઈન્ટ પર અને નિફ્ટી 1,160.8 અંક ગગડીને 21,743.65 અંક પર પહોંચી ગયો. નાના અને મોટા રોકાણકારોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો છે. હવે આગળ શું થશે? શેર બજારમાં હાહાકાર પર એક્સપર્ટે મંદીની આશંકા પણ જતાવી દીધી છે. 

fallbacks

મંદીનું જોખમ, હવે શું?
અમેરિકાને પોતાની પ્રોડક્ટ મોકલતી એ તમામ કંપનીઓના શેરમાં ભારે કડાકો જોવા મળી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય-અમેરિકી બજારોમાં મંદીની સંભાવના વધીને 60 ટકા પર પહોંચી છે. આજે શેર બજાર ક્રેશ થવા પર એક્સપર્ટ શરદ કોહલીએ ઝી મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પે દુનિયાભરના શેર બજારોને હલાવી દીધા છે. સૌથી મોટું જોખમ હવે મંદીનું જોવા મળી રહ્યું છે. 

તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલની કિંમત ચાર વર્ષના ન્યૂનતમ સ્તર પર પહોંચી ગઈ છે. જે એ વાતનો સંકેત છે કે દુનિયાભરમાં મંદીની આશંકા પેદા થઈ છે. લોકોની નોકરીઓ જઈ શકે છે. કંપનીઓ અને વેપાર બંધ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ થઈ શકે છે. સપ્લાય ચેઈન ગડબડાઈ શકે છે. 

માર્કેટ ક્રેશ થઈ રહ્યા છે તો શું કરવું
રોકાણકારોને સલાહ આપતા માર્કેટ એક્સપર્ટ કોહલીએ કહ્યું કે રોકાણકારોએ ગભરાવવું નહીં. ગભરાઈને આવી સ્થિતિમાં લોકો અંધાધૂંધ શેરો વેચી દે છે. જ્યારે માર્કેટ હંમેશા એકતરફી જતું નથી. માર્કેટ સેન્ટીમન્ટ જલદી ભૂલાવી પણ દે છે. જો હાલ નફામાં હોવ તો તમે જલદી બહાર આવી શકો છે. પરંતુ જો તમે નુકસાનમાં હોવ તો મારી સલાહ છે કે ઉતાવળમાં શેર ન વેચો, થોડી રાહ જુઓ, માર્કેટ ઘૂમશે. 

માર્કેટ એક્સપર્ટ કોહલીએ કહ્યું કે 50 દેશોએ ટ્રમ્પ પ્રશાસનનો સંપર્ક કર્યો છે. બની શકે કે થોડી વાતચીત બાદ ગાડી પાટા પર આવી શકે. આમ પણ ટ્રમ્પ અણધાર્યાં પગલાં માટે જાણીતા છે. ચારેબાજુથી અવાજ આવી રહ્યો છે. અમેરિકામાં પણ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ટ્રમ્પની એક ગણતરી ખોટી હતી કે થોડી અને ઓછા સમય માટે પરેશાની થશે. કોહલીએ કહ્યું કે આ પરેશાની વધુ સમય માટે થઈ શકે છે. અત્રે જણાવવાનું કે આજે આ અગાઉ પ્રીમ ઓપન મોડમાં શેર બજાર 4000 પોઈન્ટના કડાકા સુધી પણ પહોંચ્યું હતું. 

 (Disclaimer: શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે. આ સમાચાર એક્સપર્ટના મત પર આધારિત છે અને કોઈ પણ પગલું ભરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More