Upcomig IPO: શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે, આગામી અઠવાડિયે એક નવી કંપની IPO બજારમાં પ્રવેશવા જઈ રહી છે. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા ફિલ્મ સ્ટાર્સ તેમાં રોકાણ કરી ચૂક્યા છે. કંપનીનું નામ શ્રી લોટસ ડેવલપર્સ છે. તેનો IPO 30 જુલાઈએ બજારમાં ખુલશે. ચાલો તમને આ મુદ્દાને લગતી બધી માહિતી વિગતવાર આપીએ.
શ્રી લોટસ ડેવલપર્સ મુંબઈ બેસ્ડ રિયલ એસ્ટેટ કંપની છે, જેનો આઈપીઓ 30 જુલાઈએ ઓપન થશે અને ઈન્વેસ્ટરો 1 ઓગસ્ટ સુધી તેમાં પૈસા લગાવી શકશે. કંપનીએ ઈશ્યુની પ્રાઇઝ બેન્ડ 140થી 150 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે અને તેનો ઈરાદો આઈપીઓ દ્વારા 792 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે.
ફિલ્મી સિતારાઓએ કર્યું છે રોકાણ
કંપનીએ વર્ષ 2024મા પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 150 રૂપિયાની કિંમતથી 118 ઈન્વેસ્ટરોને સ્ટોક ઓફર કર્યાં હતા, જેમાં અમિતાભ બચ્ચને 10 કરોડ રૂપિયામાં 6.66 લાખ શેર ખરીદ્યા હતા. તો શાહરૂખ ખાનના ફેમેલી ટ્રસ્ટે કંપનીમાં 6.75 લાખ શેર આશરે 10.1 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આ સાથે ઋતિક રોશન અને તેના પિતા રાકેશ રોશને પણ 70-70 હજાર શેર ખરીદ્યા હતા. હજુ તેના શેર આટલા રૂપિયા પર સ્થિર છે, તેથી ઈન્વેસ્ટરોને કોઈ ફાયદો થયો નથી.
આ પણ વાંચોઃ Post Office ની આ ધાંસૂ સ્કીમ.. વ્યાજથી થશે ₹450000 ની કમાણી, માત્ર એકવાર લગાવો પૈસા
વર્ષ 2024મા શ્રી લોટસ ડેવલપર્સે પોતાના આઈપીઓ પહેલા પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 399.20 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું. આ રોકાણના રાઉન્ડમાં બોલીવુડ હસ્તિઓ જેમ કે એકતા કપૂર, તુષાર કપૂર અને તેના પિતા જિતેન્દ્રની સાથે સાથે જાણીતા ઈન્વેસ્ટર આશીષ કચોલિયા, જગદીશ માસ્ટર અને DR ચોકસી ફિનસર્વ જેવી સંસ્થાઓએ ભાગ લીધો હતો.
શું કરે છે કંપની
ફેબ્રુઆરી 2015મા સ્થાપિત શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટી લિમિટેડ મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં અલ્ટ્રા-લક્ઝરી અને જ્વેલરી રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. 30 જૂન 2025 સુધી તેની પાસે 0.93 મિલિયન સ્ક્વેર ફૂટનો ડેવલોપેબલ એરિયા છે. કંપનીએ અત્યાર સુધી 4 પ્રોજેક્ટ્સ પૂરા કર્યા, 5 પ્રોજેક્ટ્સ પ્રગતિ પર છે અને 11 પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં શરૂ થવાની યોજના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે