Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના પુણા સીતાનગર વિસ્તારમાં BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસી ગયેલા એક બાળકનો BRTS બસ ચાલકની સમયસૂચકતાને કારણે આબાદ બચાવ થયો છે. આ ઘટનાના હચમચાવી દેનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક માંડ માંડ બચતો જોવા મળે છે.
સુરત શહેરના પુણા ગામ સીતાનગર પાસે એક બાળક સાયકલ લઈને પ્રતિબંધિત BRTS કોરિડોરમાં પ્રવેશી ગયો હતો. પાછળથી આવી રહેલી BRTS બસે હોર્ન વગાડ્યો હતો. જોકે, બાળકે અચાનક BRTS બસની આગળ જ સાયકલનો ટર્ન લીધો હતો. આ ભયાવહ દ્રશ્ય જોઈને BRTS બસ ચાલકે તત્કાળ બ્રેક મારી હતી, જેના પરિણામે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
ગુજરાતમાં આગામી 72 કલાક ભારે! અંબાલાલ પટેલે આ જિલ્લામાં મૂશળધાર વરસાદની કરી આગાહી
ઉલ્લેખનીય છે કે, શહેરમાં BRTS કોરિડોરમાં ખાનગી વાહનો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, અનેકવાર વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને BRTS રૂટમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે અકસ્માતો સર્જાવાની શક્યતા રહે છે.
આ ઘટના બાદ મનપા ડેપ્યુટી કમિશનરે ફરી એકવાર લોકોને BRTS કોરિડોરનો ખાનગી વાહનો માટે ઉપયોગ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કમિશનરના પરિપત્ર હોવા છતાં અનેક વાહનચાલકો BRTS કોરિડોરમાં પ્રવેશ કરે છે. ભવિષ્યમાં આવા વાહનચાલકો સામે જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે. આ ઘટના ફરી એકવાર BRTS રૂટમાં સુરક્ષા અને નિયમોના પાલનનું મહત્વ દર્શાવે છે.
રાહુલ ગાંધીને મળીને કાર્યકર્તાએ બળાપો કાઢ્યો, કોંગ્રેસની ઘોર મોટા નેતાઓએ ખોદી નાંખી!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે