Home> Business
Advertisement
Prev
Next

1 નહીં 5 પ્રકારની હોય છે SIP, રોકાણ કરતા પહેલા જાણી લો કઈ SIP માં શું હોય છે ખાસિયત

જો તમે પણ SIP માં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો અમે તમને આજે એસઆઈપીના પ્રકાર વિશે જણાવીશું. આ પ્રકાર જાણી  તમે તમારા રોકાણ માટે યોગ્ય પ્લાન બનાવી શકો છો.
 

1 નહીં 5 પ્રકારની હોય છે SIP, રોકાણ કરતા પહેલા જાણી લો કઈ SIP માં શું હોય છે ખાસિયત

Investment Tips: રિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP, આજના સમયમાં રોકાણ માટે શાનદાર વિકલ્પમાંથી એક છે. મોટા ભાગના લોકો પોતાના પૈસાનું રોકાણ કરવા માટે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં છે. SIP માં લાંબા સમય સુધી નિયમિત રોકાણ કરી તમે મોટું ફંડ બનાવી શકો છો. જો તમે પણ SIP માં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આજે અમે તમને એસઆઈપીના વિવિધ પ્રકારની માહિતી આપીશું....

fallbacks

રેગ્યુલર SIP
રેગ્યુલર એસઆઈપીમાં તમારે એક ચોક્કસ રકમ નિશ્ચિત સમય પર SIP માં રોકાણ કરવાની હોય છે. રેગ્યુલર SIP માં રોકાણ કરવામાં આવેલી રકમ ફિક્સ્ડ રહે છે.

ફ્લેક્સિબલ SIP
જે લોકોની આવક નિશ્ચિત હોતી નથી એટલે કે આવક વધતી-ઘટતી રહે છે, આવા લોકો ફ્લેક્સિબલ એસઆઈપી દ્વારા રોકાણ કરી શકે છે. ફ્લેક્સિબલ એસઆઈપીમાં રોકાણ કરાતી રકમ તમે તમારી રીતે નક્કી કરી શકો છો.

આ પણ વાંચોઃ પૈસાનો ભંડાર છે આ 5 સરકારી સ્કીમ્સ, ધમાકેદાર રિટર્ન સાથે થશે બમ્પર ફાયદો

સ્ટેપ-અપ SIP
સ્ટેપ-અપ SIP માં રોકાણ કરાતી રકમ સમયની સાથે વધારવાની હોય છે. સામાન્ય રીતે સ્ટેપ-અપ એસઆઈપીમાં દર વર્ષે SIP ની રકમ 10 ટકાના દરે વધારવાની હોય છે.

ટ્રિગર SIP
ટ્રિગર SIP દ્વારા રોકાણ કરવું તે લોકો માટે બેસ્ટ હોય છે જે બજારના ઉતાર-ચઢાવને સમજવા માટે એક્સપર્ટ હોય છે. ટ્રિગર SIP માં રોકાણકાર બજારને જોતા SIP માં પોતાના રોકાણ માટે ટ્રિગર સેટ કરી શકે છે.

SIP ની સાથે ઈન્શ્યોરન્સ
એક SIP માં તમે ઈન્શ્યોરન્સ કવર પણ લઈ શકો છો. આ પ્રકારની એસઆઈપી તમને રોકાણની સાથે ઈન્શ્યોરન્સનો પણ ફાયદો આપે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More