વેગનઆરના ગત મહિને 17,175 યુનિટ્સનું વેચાણ થયું તું અને આ કાર કંપનીની બીજી સૌથી વધુ વેચાયેલી કાર બની હતી. જ્યારે Ertiga ના ગત મહિને 16,804 યુનિટ્સ વેચાયા અને તે મારુતિની ત્રીજી સૌથી વધુ વેચાતી કાર બની. એટલું જ નહીં 16,546 યુનિટ્સનું વેચાણ કરીને બ્રેઝા ચોથા નંબરે રહી જ્યારે 15,460 યુનિટ્સના વેચાણ સાથે ડિઝાયર પાંચમા નંબરે જગ્યા બનાવવામાં સફળ રહી. તો પછી પહેલા નંબરે કોણ?
તો તમને જણાવી દઈએ કે 17,746 યુનિટ્સના વેચાણ સાથે મારુતિ સ્વિફ્ટ ફરી પહેલા નંબરે આવી છે. મારુતિ સુઝૂકી સવિફ્ટની કિંમત 6.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારની ડિઝાઈન ઠીક છે પરંતુ બહુ વધુ ઈમ્પ્રેસિવ ન કહી શકાય પરંતુ આ કારમાં ફીચર્સ એકદમ જબરદસ્ત છે. જ્યારે સ્પેસની પણ આ કારમાં કોઈ કમી નથી.
પરફોર્મન્સ માટે સ્વિફ્ટમાં નવું ઝેડ સિરીઝનું પેટ્રોલ એન્જિન લાગેલુ છે જે 82hp નો પાવર અને 112 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન દરેક પ્રકારની ડ્રાઈવિંગ કન્ડિશનમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં હવે આ એન્જિનથી 14% વધુ માઈલેજ પણ મળશે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સથી લેસ છે.
માઈલેજની વાત કરીએ તો તે મેન્યુઅલ ગિયરબોક્સ પર 24.8kmplની માઈલેજ અને AMT પર 25.75 kmpl ની માઈલેજ ઓફર કરે છે. સેફ્ટી માટે સ્વિફ્ટ 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD જેવા ફીચર્સ લાગેલા છે. સ્વિફ્ટ CNG માં મળે છે જે 33km ની માઈલેજ આપે છે.
એવું માનવામાં આવે છે કે કંપની સ્વિફ્ટનું હાઈબ્રિડ મોડલ લઈને આવી રહી છે. નવું મોડલ શાનદાર માઈલેજ ઓફર કરશે. ડેઈલી યૂઝ માટે કાર ખુબ સારી સાબિત થઈ શકે છે. પરંતુ હાઈબ્રિડ સ્વિફ્ટની કિંમત વર્તમાન મોડલ કરતા વધુ હોઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે