Home> Business
Advertisement
Prev
Next

દર મહિને કરો 5000 રૂપિયાનું માસિક રોકાણ, બસ આટલા સમયમાં બની જશે 85 લાખનું ફંડ

SIPમાં રોકાણ કરીને મોટું ફંડ સરળતાથી બનાવી શકાય છે, માત્ર શરત એ છે કે રોકાણ નિયમિત હોવું જોઈએ. એસઆઈપીમાંથી સારું વળતર મેળવવા માટે વહેલું રોકાણ શરૂ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે આ કંપાઉંડિંગને પોતાનો જાદુ દેખાડવાનો સંપૂર્ણ મોકો મળી જાય છે.

દર મહિને કરો 5000 રૂપિયાનું માસિક રોકાણ, બસ આટલા સમયમાં બની જશે 85 લાખનું ફંડ

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક સરળ રીત છે. SIPની સૌથી ખાસ વાત એ છે કે તેને નાના રોકાણથી શરૂ કરી શકાય છે, જે રોકાણને સરળ બનાવે છે. આ સિવાય SIPમાં સાપ્તાહિક, માસિક કે ત્રિમાસિક ધોરણે રોકાણ કરી શકાય છે. લોકો પોતાની નાણાકીય પરિસ્થિતિના આધારે તેમની રોકાણની રકમ ગમે ત્યારે એડજસ્ટ કરી શકે છે. રોકાણની રકમ સંબંધિત વ્યક્તિના બેંક ખાતામાંથી ઓટો-ડેબિટ થઈ જાય છે.

fallbacks

ફટાફટ રોકાણ સારું
આજકાલ લોકો તેમના આર્થિક ભવિષ્યને લઈને ખૂબ જ સભાન થઈ ગયા છે. તે રોકાણના વિકલ્પો શોધી રહ્યા છે જે તેને મોટું ફંડ બનાવવામાં મદદ કરશે. અહીં અમે જાણીશું કે તમે SIPમાં નિયમિત રોકાણ કરીને મોટું ફંડ કેવી રીતે બનાવી શકો છો. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જો તમે SIP માં રોકાણ કરવાનું શરૂ કરો અને તેને લાંબા ગાળા માટે ચાલુ રાખો, તો કમ્પાઉન્ડિંગને તેની શક્તિ બતાવવાની સંપૂર્ણ તક મળે છે.

SIP ગણતરી

  • ટાર્ગેટ કોર્પસઃ રૂ 85 લાખ
  • માસિક રોકાણઃ રૂ. 5,000
  • વાર્ષિક વળતર: 12 ટકા

દર મહિને રૂપિયા 5,000નું રોકાણ કરીને રૂ. 85 લાખથી વધુનું ભંડોળ એકઠું કરવામાં લગભગ 25 વર્ષ લાગશે.

આ રીતે વધશે પૈસા 
10 વર્ષમાં રૂ. 5000ના માસિક રોકાણથી ઈન્વેસ્ટમેન્ટ રકમ હશે રૂ. 6,00,000, મૂડી લાભ રૂ. 5,20,179 અને અંદાજિત કોર્પસ રૂ. 11,20,179 થઈ જશે. એ જ રીતે 15 વર્ષના સમયગાળામાં રોકાણની રકમ રૂ. 9,00,000, મૂડી લાભ રૂ. 14,79,657 અને ભંડોળ રૂ. 23,79,657 હશે.

આ રીતે હોંચશો તમારા લક્ષ્ય સુધી
20 વર્ષમાં રૂ. 5000ની માસિક SIP સાથે રોકાણની રકમ રૂ. 12,00,000 થશે, મૂડી લાભ રૂ. 33,99,287 થશે અને અંદાજિત ભંડોળ રૂ. 45,99,287 થશે. 25 વર્ષમાં રોકાણની રકમ રૂ. 15,00,000, મૂડી લાભ રૂ. 70,11,033 અને અંદાજિત કોર્પસ રૂ. 85,11,033 હશે. આ રીતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો.

શું છે સંયોજન?
કમ્પાઉન્ડિંગ વિશે વાત કરીએ તો તેનો અર્થ એ છે કે અગાઉના વળતર પર વળતર મેળવવું. આને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહેવાય છે. કમ્પાઉન્ડિંગના સમયની સાથે ધીરે ધીરે મૂલધન અને સંચિત વ્યાજ બન્ને પર રિર્ટન ઉત્પન્ન કરવામાં મદદ મળે છે, જે લાંબા ગાળે ઝડપી વૃદ્ધિમાં યોગદાન આપે છે. તેથી જ ચક્રવૃદ્ધિ વ્યાજની શક્તિ ક્યારેક એવા પરિણામો ઉત્પન્ન કરે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More