Ahmedabad News : અમદાવાદમાં ખાણીપીણીની શોખીનો માટે મોટા સમાચાર આવ્યા છે. લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમતું થશે. સ્ટોલ દીઠ 15 હજાર ભાડું પણ નક્કી કરાયો છે. જાણો કેવી રીતે થશે ફાળવણી
લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ મામલે મોટા સમાચાર
ખાણીપીણીના રસિયાઓ માટે AMC એ અમદાવાદમાં મહત્વનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી અટવાયેલા વિષયનો આખરે અંત આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 36 વેપારીઓને જગ્યા ભાડે આપવા નિર્ણય કર્યો છે. રૂ 15000 ના માસિક ભાડે વેપારીઓને જગ્યા ફાળવવામાં આવશે.
આ વિશે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અગાઉ હેપ્પી સ્ટ્રીટમાં વેપારીઓએ 75 હજારથી 1 લાખ ભાડું હતું. જેમાં અંદાજે 36 વેપારીઓ માટે 15000 ભાડું નક્કી કરવામાં આવ્યું. પરંતું કોવીડ બાદથી ભાડાની અને આવકની રકમને લઈને મામલો અટવાયેલો હતો.
આવતીકાલે બિન હથિયારી PSIની પરીક્ષા, પોલીસ ભરતીની વધુ માહિતી આ રહી
AMC એ હેપ્પી સ્ટ્રીટને બદલે પે એન્ડ પાર્કિંગ શરૂ કર્યું
અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મહાનગર પાલિકાએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ AMCએ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે AMC દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે,
શહેરના લૉ ગાર્ડન ખાતે વર્ષ 2019માં AMCએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં ખાણીપીણી સહિતના 36 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ પછી AMCએ અહીં પે એન્ડ પાર્કિંગ શરૂ કર્યું હોવાથી સ્ટોલ ધારકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે તંત્રએ ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને એક સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ રહેશે.
રત્ન કલાકારોને ઝેર આપવાના કેસમાં મોટો ખુલાસો, પોતાને મરવાની હિંમત ન થઈ તો...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે