Home> Business
Advertisement
Prev
Next

જો બેંકમાં મોટા વ્યાવહારો કરો છો તો સાવધાન રહો, આવકવેરા વિભાગ રાખે છે નજર, ગમે ત્યારે આવી જશે નોટિસ

જો તમારી આવક અને ખર્ચમાં તફાવત હોય, તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે. જાણો કે કયા વ્યવહારો પર નજર રાખવામાં આવે છે અને તમે ટેક્સ નોટિસથી કેવી રીતે બચી શકો છો.

 જો બેંકમાં મોટા વ્યાવહારો કરો છો તો સાવધાન રહો, આવકવેરા વિભાગ રાખે છે નજર, ગમે ત્યારે આવી જશે નોટિસ

Bank Account: જો તમે પણ ધડાધડ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. આવું એટલા માટે કારણ કે આવકવેરા વિભાગ આવા ટ્રાન્ઝેક્શન પર સીધી નજર રાખે છે. જો તમારી આવક અને લેતીદેતીથી દેખાતી જીવનશૈલીમાં કોઈ અંતર જોવા મળે છે તો તમને ટેક્સ નોટિસ મળી શકે છે. આવો જાણીએ તમે કાયદા હેઠળ કઈ રીતે રહી શકો છો.

fallbacks

આટલા કેશ ડિપોઝિટની આપવી પડે છે જાણકારી
તો કોઈ સેવિંગ એકાઉન્ટમાં એટલા રૂપિયા ન રાખવા જોઈએ કે તે ઈનકમ ટેક્સની રડાર પર આવી જાય. આઈટી વિભાગને આપણા બેન્ક એકાઉન્ટમાં કેશ ડિપોઝિટની જાણકારી હોય છે. કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડે કોઈપણ બેન્ક માટે એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવાની જાણકારી આપવી ફરજીયાત છે. 10 લાખ રૂપિયાની આ મર્યાદા એફડીમાં રોકડ જમા, મ્યૂચુઅલ ફંડ, બોન્ડ અને શેરમાં રોકાણ અને ફોરેન કરન્સી જેમ ટ્રાવેલર ચેક, ફોરેક્સ કાર્ડ વગેરેની ખરીદી પર પણ લાગૂ પડે છે. 

બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી
તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં સૌથી વધુ નાણાંકીય વ્યવહાર સેવિંગ એકાઉન્ટમાંથી કરવામાં આવે છે. શું તમને ખબર છે કે, સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા હોવા જોઈએ? બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી, પરંતુ સેવિંગ એકાઉન્ટમાં જમા થતા પૈસા ઈન્કમટેક્સની ગણતરી હેઠળ આવે છે, તેથી તેની જાણકારી આપવી પડે છે. સેવિગ્સ એકાઉન્ટ માટે કોઈ નિયમ નથી. જેથી તમે એક લિમિટ સુધી તો પૈસા રાખી જ શકો છો. 

આ પણ વાંચોઃ july 2025: આવી ગયું જુલાઈની રજાઓનું લિસ્ટ! આગામી મહિને 13 દિવસ બંધ રહેશે બેંક

સેવિંગ એકાઉન્ટમાં રાખી શકો છો કેશ
હંમેશા લોકો વધારે પડતા ટ્રાન્ઝેક્શન આ એકાઉન્ટથી કરે છે. તેમાં પૈસા જમા કરવા અને ઉપાડવાના ટ્રાન્ઝેક્શન થાય છે. સેવિંગ એકાઉન્ટમાં મોટા ભાગના લોકો આ ખાતામાં પોતાની બચત રાખે છે. પરંતુ જ્યારે સવાલ થાય કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા રૂપિયા રાખી શકાય છે. તમને જણાવી દઈએ કે સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા રાખી શકાય તેની કોઈ લિમિટ નથી. સેવિંગ એકાઉન્ટમાં તમે ઈચ્છો એટલા રૂપિયા રાખી શકો છો, પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

10 હજાર સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી
તમે એ ના ભૂલો કે સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે છે, તેના પર ટેક્સ ચૂકવવાનો રહે છે. જે માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. ઈન્કમટેક્સ એક્ટ સેક્શન 80TTA અનુસાર સામાન્ય લોકોએ બચત ખાતામાં 10 હજાર સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. વ્યાજની રકમ 10 હજાર કરતા વધુ હોય તો ટેક્સ ચૂકવવાનો રહે છે. વરિષ્ઠ નાગરિકે 50 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. 

આ પણ વાંચોઃ 1 લાખ રૂપિયા જમા કરો અને દર મહિને મેળવો 6500, LIC એ શરૂ કરી નવી FD સ્કીમ

બચત ખાતા પર જે વ્યાજ મળે છે, તેને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક તરીકે ગણવામાં આવે છે. ત્યારપછી કુલ આવક પર ટેક્સ બ્રેકેટ અનુસાર ટેક્સ ચૂકવવાનો રહે છે. 

રોકડ જમા મર્યાદા
આ બચત ખાતાઓમાં રોકડમાં પૈસા જમા કરાવવાની પણ એક લિમિટ છે. આવકવેરાના નિયમો અનુસાર, વ્યક્તિ નાણાકીય વર્ષમાં તેના બચત ખાતામાં મહત્તમ 10 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવી શકે છે. જો આનાથી વધુ રોકડ જમા થાય છે, તો બેંકોએ તે વ્યવહાર વિશે આવકવેરા વિભાગને જાણ કરવી પડે છે. આ સાથે, જ્યારે તમે તમારા ખાતામાં 50 હજાર રૂપિયા અથવા તેનાથી વધુ રોકડ જમા કરો છો, તો તમારે તેની સાથે પાન નંબર આપવો પડશે. તમે એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરાવી શકો છો. જો તમે તમારા ખાતામાં નિયમિત રીતે રોકડ જમા નથી કરતા તો આ મર્યાદા 2.50 લાખ રૂપિયા સુધી જઈ શકે છે.

આ પણ વાંચોઃ આ છે વડોદરાના સૌથી ધનાઢ્ય લોકો, કરોડો-અબજો રૂપિયાની સંપત્તિના છે માલિક

10 લાખની મર્યાદા!
જો તમે તમારા ખાતામાં રૂ. 10 લાખની મર્યાદા કરતાં વધુ રોકડ જમા કરાવો છો અને આવકવેરા રિટર્નમાં તેના સ્ત્રોત વિશે માહિતી આપતા નથી, તો નોટિસ આવી શકે છે. જો તમે આ તપાસમાં પકડાઈ જશો તો તમને ભારે દંડ ફટકારવામાં આવશે. જો તમે આવકનો સ્ત્રોત જાહેર ન કરો તો જમા રકમ પર 60 ટકા ટેક્સ, 25 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ લગાવી શકાય છે.

વાસ્તવમાં, આપણી કમાણી સુરક્ષિત રાખવા માટે આપણે બધા બચત ખાતામાં પૈસા જમા કરીએ છીએ. આવી સ્થિતિમાં તેની મહત્તમ મર્યાદા નક્કી નથી. પરંતુ, એ વાત ચોક્કસ છે કે જો તમે ખાતામાં વધુ પૈસા રાખો છો અને તેના પ્રવાહના સ્ત્રોતનો ખુલાસો નહીં કરો છો, તો સંભવ છે કે તે આવકવેરા વિભાગની તપાસ હેઠળ આવી શકે છે. જો રૂપિયા ક્યાંથી આવ્યા એ અંગે તમે સ્પષ્ટ છે તો તમારે ડરવાની જરૂર નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More