Rolls Royce: લક્ઝરી કાર નિર્માતા કંપની રોલ્સ રોયસએ (Rolls Royce) ભારતીય બજારમાં તેની રોલ્સ રોયસ સ્પેક્ટર બ્લેક બેજ કાર લોન્ચ કરી છે. રોલ્સ રોયસની આ પહેલી સંપૂર્ણ ઈલેક્ટ્રિક કાર છે જેને કંપની દ્વારા બ્લેક બેજ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ બ્રિટિશ કાર નિર્માતા કંપનીની અત્યાર સુધીની સૌથી વધુ વિકસિત અને શક્તિશાળી પ્રોડક્શન કાર છે. બ્લેક બેજને વૈશ્વિક બજારમાં તો ફેબ્રુઆરી 2025માં પેશ કરવામાં આવી હતી જ્યારે ભારતીય બજારમાં હાલ લોન્ચ કરવામાં કરવામાં આવી છે. આ કારની કિંમત 9.50 કરોડ રુપિયા (એક્સ-શોરુમ) નક્કી કરવામાં આવી છે. આ કાર સ્ટાન્ડર્ડ રોલ્સ રોયસ સ્પેક્ટરથી 1.50 કરોડ રુપિયા વધુ મોંઘી છે. જેની ભારતમાં રીટેલ કિંમત 8 કરોડ રુપિયા (એક્સ-શોરુમ, બેઝ) છે.
રોલ્સ રોયસ સ્પેક્ટર બ્લેક બેજમાં ઈન્ફિનિટી મોડ અને સ્પિરિટેડ મોડ
જો આ કારના પાવરટ્રેનની વાત કરીએ તો રોલ્સ રોયસ સ્પેક્ટર બ્લેક બેજમાં બે ઈલેક્ટ્રિક મોટર સેટઅપ આપવામાં આવ્યાં છે જે પ્રત્યેક એક્સલ પર સેટ કરવામાં આવી છે. આ કાર 0 થી 100 કિલોમીટર પ્રતિ ક્લાકની સ્પીડ માત્ર 4.1 સેકન્ડમાં પકડી શકે છે. આ કારમાં કંપની ડ્રાઈવ મોડ પણ આપે છે. જેમાં 'ઈન્ફિનિટી મોડ' છે જે વધુમાં વધુ પાવરનો સંપૂર્ણ વપરાશ પૂરો પાડે છે. તે સિવાય આ ઈલેક્ટ્રિક કારમાં લોન્ચ કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે જેને કંપની 'સ્પિરિટેડ મોડ' કહે છે.
કારની બેટરી અને રેન્જ
સ્પેક્ટર બ્લેક બેજમાં કંપનીએ 102 kWhની બેટરી પેક લગાવી છે. આ બેટરીની ખાસિયત એ છે કે તે કારને ફુલ ચાર્જ કરી 493 કિમીથી 530 કિમી સુધીની રેન્જ આપે છે. અન્ય અગત્યની વાત એ છે કે સ્પેક્ટર બ્લેક બેજમાં મિકેનિકલ ફેરફારો પણ જોવા મળશે. જેમાં સ્ટીયરીંગનું વધારે વજન, વધુ રોલ સ્ટેબિલાઈઝેશન અને સખ્ત ડેમ્પર્સ વગેરે સામેલ છે.
કારની ડિઝઈન અને કલર
જેમ કંપનીના બ્લેક બેજ ટ્રીટમેન્ટમાં જોવા મળે છે તેમ સ્પેક્ટર બ્લેક બેજમાં પણ પૈન્થિયન ગ્રીલ, રોલ્સ રોયસ બેજ, ડોર હેંડલ, સાઈડ વિન્ડો સરાઉન્ડ અને બમ્પર એક્સેંટ જેવા એલિમેંટ્સ માટે ડાર્ક રંગોની ફિનીશિંગ છે. આ સિવાય 23 ઈંચના પાંચ સ્પોક ફોર્જ્ડ એલ્યુમીનિયમ વ્હીલ છે.
રોલ્સ રોયસ સ્પેક્ટર બ્લેક બેજનું ઈન્ટીરિયર
કારની કેબિનની વાત કરીએ તો તેમાં મુખ્ય બદલાવ એ છે કે ડેશબોર્ડ પર પેસેંજરની તરફ ઈંફિનિટી લોગો આપ્યો છે જે એક એવો એરિયા છે કે જેને રોલ્સ રોયસ ઈલ્યુમિનેટેડ ફેંસિયા કહે છે. આ સિવાય ડિજિટલ ઈંસ્ટ્રૂમેંટ ક્લસ્ટર ડાયલને વ્યક્તિગત પ્રાથમિકતાઓ અનુરુપ પાંચ અલગ-અલગ કલર થીમની સાથે કસ્ટમાઈઝ કરી શકાય છે. રોલ્સ રોયસ સ્પેક્ટર બ્લેક બેજમાં રોલ્સ રોયસની નવી ઓપરેટિંગ સિસ્ટમનો પણ અનુભવ મળે છે, જેને 'સ્પિરિટ' (spirit) કહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે