Stock Market Crash: વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ભારતીય શેરબજાર પણ તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિશ્વમાં વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. જેના કારણે દેશ અને દુનિયાના બજારોમાં ભૂકંપ સર્જાયો છે. દરમિયાન રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકના પ્રખ્યાત લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ (Robert Kiyosaki) વધુ એક ડરામણી ભવિષ્યવાણી કરી છે. રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે શેરબજારનો પરપોટો ફૂટી રહ્યો છે અને આપણે ઈતિહાસની સૌથી મોટી મંદીમાં આવી શકીએ છીએ.
1929 નો પણ તૂટશે રેકોર્ડ!
કિયોસાકીએ ઈતિહાસના સૌથી મોટા ઘટાડાની ચેતવણી આપી છે અને આ સંબંધમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. રોબર્ટ કિયોસાકીએ મંગળવારે પોતાના એક્સ-એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે ગ્લોબલ બજારોમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે અને તે વાતની ચિંતા વધી રહી છે કે આ ઈતિહાસનો સૌથી મોટો નાણાકીય ઘટાડો હોઈ શકે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, જર્મની અને જાપાનમાં આર્થિક સંકટે આ આશંકાને વધારી દીધી છે કે મંદી 1929ના શેર બજારના ઘટાડાથી વધુ હોઈ શકે છે, જેના કારણે મહામંદી આવી હતી.
THE EVERYTHING BUBBLE is bursting. I am afraid this crash may be the biggest in history.
Germany, Japan, and America have been the engines up to now.
Unfortunately our incompetent leaders led us into a trap….giant crash.
I wrote about this crash in my book RICH DAD’s…
— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2025
રોકાણકારોએ ધીરજ રાખવી જોઈએ...
કિયોસાકીએ કહ્યું કે મેં મારા પુસ્તક રિચ ડેડ્સ પ્રોફેસીમાં પહેલા પણ આ ઘટાડા અંગે ચેતવણી આપી છે. તે આગળ લખે છે, 'પરપોટો ફૂટી રહ્યો છે. મને ડર છે કે આ ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો હોઈ શકે છે. જો કે, તે આગળ લખે છે કે અસ્વસ્થ અને ડરવું સામાન્ય છે...બસ ગભરાશો નહીં...ધીરજ રાખો. તે કહે છે, 'જ્યારે 2008માં મંદી આવી હતી, ત્યારે મેં બધું શાંત થવાની રાહ જોઈ અને પછી જંગી ડિસ્કાઉન્ટ પર રિયલ એસેટ્સમાં રોકાણ કર્યું.' સરળ શબ્દોમાં કહીએ તો, વિશ્વ જે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે... તે તમારા જીવનની સૌથી મોટી તક હોઈ શકે છે. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, ધીરજ રાખો અને શાંત રહો. કિયોસાકીએ વ્યૂહાત્મક રોકાણ પર ભાર મૂક્યો અને મંદી દરમિયાન સ્થાવર મિલકત, સોના, ચાંદી અને બિટકોઇનને મુખ્ય સંપત્તિ તરીકે સલાહ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે