Home> Spiritual
Advertisement
Prev
Next

Rajyog Rashifal: હોળી પછી બનશે શક્તિશાળી રાજયોગ, આ રાશિઓનો વધશે દબદબો, ધન લાભ થવાની પ્રબળ સંભાવના

Budhaditya Rajyog Rashifal: જ્યોતિષ શાસ્ત્રની ગણતરી અનુસાર હોળી પછી 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ 3 રાશિના લોકો માટે લાભકારી રહેવાનો છે.
 

Rajyog Rashifal: હોળી પછી બનશે શક્તિશાળી રાજયોગ, આ રાશિઓનો વધશે દબદબો, ધન લાભ થવાની પ્રબળ સંભાવના

Budhaditya Rajyog Rashifal: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે રાશિ બદલે છે. જ્યારે એક રાશિમાં બે શુભ ગ્રહ એક સમયે ગોચર કરે છે તો કેટલાક રાજયોગનું નિર્માણ પણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે શુભ રાજયોગ હોય છે તેમાંથી એક બુધાદિત્ય રાજયોગ છે. જ્યારે એક રાશિમાં સૂર્ય અને બુધ સાથે ગોચર કરે છે ત્યારે આ રાજયોગનું નિર્માણ થાય છે. આ વર્ષે હોળી પછી મીન રાશિમાં બુધાદિત્ય રાજયોગ સર્જાશે. 

fallbacks

આ પણ વાંચો: Mangal Gochar : 3 એપ્રિલથી આ 5 રાશિના લોકો રહે સાવધાન, મંગળનું ગોચર આ લોકો માટે અશુભ

15 માર્ચે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે. અહીં સૂર્યની બુધ સાથે યુતિ સર્જાશે. એક વર્ષ પછી મીન રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનશે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. તેમને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. આ 3 રાશિ કઈ-કઈ છે તે પણ જાણીએ. 

બુધાદિત્ય રાજ્યોગથી આ 3 રાશિઓને થશે લાભ 

આ પણ વાંચો: 27 વર્ષ પછી શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, ધાર્યા કરતાં ચારગણું આપશે શનિ

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે બુધ આદિત્ય રાજયોગ શુભ રહેવાનો છે. કારણ કે આ રાશિના 11 માં ભાવમાં આ યોગ બનશે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. સંતાન તરફથી પણ શુભ સૂચના મળી શકે છે. નિવેશથી લાભ પ્રાપ્ત થશે. વેપારીઓ માટે સમય લાભકારી સિદ્ધ થશે. નોકરી કરતા લોકોને પણ સારી તક મળી શકે છે. 

આ પણ વાંચો: હોળી પર સર્જાશે ગ્રહોનો દુર્લભ સંયોગ, મેષ સહિત આ રાશિઓને મળશે ધન, સફળતા અને સુખ

મિથુન રાશિ 

મિથુન રાશિ માટે બુધાદિત્ય રાજયોગ અત્યંત શુભ સાબિત થશે. આ યોગના જેના કારણે કારકિર્દીમાં ઉલ્લેખનીય પ્રગતિ જોવા મળશે. ધન વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે અટકેલા કાર્ય પૂરા થશે અને જીવનમાં ચાલતી સમસ્યા સમાપ્ત થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોને વેતન વૃદ્ધિ કે પદમાં વૃદ્ધિનો લાભ મળી શકે છે. વેપારીઓને આ સમયે નવા ઓર્ડર મળી શકે છે.

આ પણ વાંચો: મંગળના નક્ષત્રમાં ગુરુ પ્રવેશ કરશે, વૃષભ સહિત 3 રાશિઓનું બેન્ક બેલેન્સ ઝડપથી વધશે

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે પણ બુધાદિત્ય રાજયોગ સકારાત્મક સિદ્ધ થશે. આ યોગ કુંડળીના બીજા સ્થાનમાં બની રહ્યો છે જેના કારણે આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે. કારકિર્દીમાં નવી તક મળશે. જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે. પારિવારિક જીવનમાં મધુરતા આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More