શેરબજાર આજે સવારે મસમોટા કડાકા સાથે ખુલ્યા બાદ આખો દિવસ નબળાઈના માહોલ પછી લાલ નિશાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 224.11 અંકના ઘટાડા સાથે 60346.97 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી 66.20 અંકની નબળાઈ સાથે 18003.80 અંકના સ્તરે બંધ થયો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, પાવર ગ્રિડ કોર્પ., એસબીઆઈના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, પાવર ગ્રિડ કોર્પ, એનટીપીસી, એસબીઆઈ અને કોટક મહિન્દ્રાના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટી અને સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, લાર્સનના શેર જોવા મળ્યા.
સવારના હાલ
અમેરિકામાં ઓગસ્ટ મહિનાનો મોંઘવારી દર અંદાજા કરતા વધુ આવવાના કારણે તથા વ્યાજ દર વધવાની આશંકાના પગલે પહેલા અમેરિકી બજાર તૂટ્યું અને ત્યારબાદ આજે સવારે ભારતીય શેર બજારમાં હાહાકાર જોવા મળ્યો. ભારતીય શેર બજારના બંને પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટી સવારે લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં જ 30 અંકવાળો સેન્સેક્સ 1153.96 અંક તૂટીને 59,417.12 ના સ્તર પર ખુલ્યું. જ્યારે 50 અંકવાળો નિફ્ટી સૂચકઆંક પણ 17800ના સ્તરથી નીચે ખુલ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે