નવી દિલ્હીઃ JIO ના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન આવે છે. લોન્ગ ટર્મથી લઈને શોર્ટ ટર્મ માટે કંપની ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. તેમાંથી કેટલાક વેલ્યૂ ફોર મની પ્લાન્સ હોય છે. કોઈ પ્લાનનો વેલ્યૂ ફોર મની હોવાનો મતલબ છે કે તે યૂઝરની જરૂરીયાતને ઓછી કિંમતમાં પૂરી કરે.
જો ડેટા અને કોલિંગની સાથે ઓટીટી સબ્સક્રિપ્શન ઈચ્છો છો તો અમે તમારા માટે એક પ્લાન લઈને આવ્યા છીએ. આ પ્લાનમાં તમને ડેટા, કોલિંગ અને બીજા ટેલીકોમ બેનિફિટ્સની સાથે ઓટીટી સબ્સક્રિપ્શન પણ મળે છે.
આ પ્લાનમાં ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળશે. આ સિવાય તમને બીજી જિયો એપ્સનું એક્સેસ પણ મળશે. આવો જાણીએ આ પ્લાનની વિગત.....
જિયો રિચાર્જ પ્લાનમાં શું છે ખાસ?
આમ તો જિયોના પોર્ટફોલિયોમાં ઘણા પ્લાન છે, પરંતુ ઓટીટી લવર માટે આ પ્લાન વેલ્યૂ ફોર મની છે. અમે વાત કરી રહ્યાં છીએ કે જિયોના 583 રૂપિયાના રિચાર્જ પ્લાનની જેમાં તમને ડેટા, કોલિંગ, એસએમએસ અને બીજા બેનિફિટ્સ મળે છે.
આ પણ વાંચોઃ Youtube Video પર હેલ્લો ફ્રેન્ડ્સ...કહીને લોકો દર મહિને કઈ રીતે કરે છે લાખોની કમાણી?
રિચાર્જ પ્લાન 1.5 જીબી ડેટા સાથે આવે છે. રિચાર્જની વેલિડિટી 56 દિવસની છે. તેમાં તમને કુલ 84 જીબી ડેટા મળશે. દરરોજ 100 એસએમએસ, 1.5 જીબી ડેટા અને ડિઝ્ની+હોટસ્ટારનું એક્સેસ મળી રહ્યું છે.
ડિઝ્ની+હોટસ્ટારનું મળશે એક્સેસ
રિચાર્જમાં ત્રણ મહિના માટે ડિઝ્ની+હોટસ્ટારનું એક્સેસ મળશે, જેની કિંમત 149 રૂપિયા છે. તે માટે તમારે કોઈ ચાર્જ આપવો પડશે નહીં. આ બધી સર્વિસ સિવાય તમને જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ અને જિયો ટીવીનું એક્સેસ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે