ભારતમાં શેર બજારમાં રોકાણ કરનારાઓની સંખ્યા કૂદકે ભૂસકે વધી રહી છે. જેમાં દરેક ઉંમર અને આવકના વર્ગના લોકો સામેલ છે. આમ તો સ્ટોક માર્કેટમાં પૈસા લગાવવાની બધાને મંજૂરી હોય છે પરંતુ સરકારી કર્મચારીઓ માટે શેર બજારમાં રોકાણ સંલગ્ન નિયમો થોડા અલગ અને કડક હોય છે.
શું કહે છે નિયમ
ભારતમાં સરકારી કર્મચારીઓના આચરણ માટે Central Civil Services (Conduct) Rules, 1964 લાગૂ છે. આ નિયમોનો હેતુ સરકારી કર્મચારીઓ પોતાના પદનો દુરઉપયોગ ન કરે અને પૂરેપૂરી ઈમાનદારીથી સેવા કરે તે સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમો મુજબ સરકારી કર્મચારીઓ લિસ્ટેડ કંપનીઓના શેર અને ડિબેન્ચર્સમાં રોકાણ કરી શકે છે, પરંતુ કેટલીક શરતો સાથે.
શું સરકારી કર્મચારીઓ ડિમેટ એકાઉન્ટ ખોલી શકે?
હાં. સરકારી કર્મચારીઓ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે. સ્ટેટ અને સેન્ટ્રલ બંને સ્તરના કર્મચારીઓને આ સુવિધા મળે છે. પરંતુ એ શરતે કે તેઓ નિયમોનું પાલન કરે.
સરકારી કર્મચારીઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ સટ્ટો ગણાતોન થી કારણ કે તે સામાન્ય રીતે લોંગ ટર્મ સેવિંગ માટે કરાય છે. પરંતુ અહીં પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
શું છે મુખ્ય શરતો અને પ્રતિબંધ?
સરકારી કર્મચારી માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ દ્વારા શેર, સિક્યુરિટીઝ અને ડિબેન્ચર્સ ખરીદી તથા વેચી શકે છે. પરંતુ કેટલીક મર્યાદાઓ છે.
- સટ્ટા કારોબાર પ્રતિબંધિત
Conduct Rules ના Rule 35 મુજબ સરકારી કર્મચારીઓ ડે ટ્રેડિંગ કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ જેવા સટ્ટા કારોબારમાં સામેલ થઈ શકે નહીં.
- પોતાના નામથી રોકાણ
રોકાણ હંમેશા પોતાના નામ કે પોતાના જીવનસાથી કે આશ્રિત પરિવારના કોઈ સભ્ય સાથે સંયુક્ત રીતે થઈ શકે છે.
- વારંવાર ટ્રેડિંગ કરવાની મનાઈ
વારંવાર શેર ખરીદવા અને વેચવા એ સટ્ટા ગતિવિધિ માની શકાય છે. આથી તેનાથી બચવું જરૂરી છે.
- સંપત્તિની જાહેરાત જરૂરી
જો રોકાણ કે સંપત્તિનું કુલ મૂલ્ય બે મહનાના બેઝિક પગારથી વધુ થઈ જાય તો તેની જાણકારી આપવી જરૂરી છે.
આ શરતો કેમ છે?
આ નિયમો એટલા માટે લદાયા છે કારણ કે કોઈ પણ સરકારી કર્મચારી પોતાના પદ કે ગોપનીય જાણકારીનો ખાનગી લાભ માટે દુરઉપયોગ ન કરે. આ સાથે જ સટ્ટા કારોબારમાં સામેલ થવાથી તેના સરકારી કર્તવ્યોમાં પણ બાધા આવી શકે છે.
આ વાતોનું રાખવું ધ્યાન
સરકારી કર્મચારીઓએ પોતાના તમામ રોકાણનો પૂરેપૂરો રેકોર્ડ રાખવો જરૂરી છે અને પોતાના વિભાગના દિશા નિર્દેશોનું પાલન કરવું જોઈએ. નિયમોના દાયરામાં રહીને, મ્યુચ્યુઅલ ફંડ અને લાંબા સમયગાળાના શેરોમાં રોકાણ એક સુરક્ષિત અને સમજદારીવાળો વિકલ્પ છે. હંમશા પારદર્શકતા અને સાવધાની રાખવી, જેથી કરીને કોઈ પણ પ્રકારના તપાસથી બચી શકાય.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને અન્ય જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે