Shubhanshu Shukla Axiom-4 Mission Latest Updates: ભારતના અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને લઈને અંતરિક્ષ સ્ટેશન રવાના થનારું એક્સિઓમ-4 (Axiom 04) મિશન બુધવારે ફરીથી ટળ્યું. ફાલ્કન-9 લોન્ચ વ્હિકલના રોકેટ બુસ્ટર પરીક્ષણમાં ઓક્સીજન લીકની ચૂક સામે આવી અને ત્યારબાદ આ સ્પેસ મિશનને સ્થગિત કરવું પડ્યું. જે સાંજે 5.30 કલાકે રવાના થવાનું હતું. આઈએસસ પર શુભાંશુ શુક્લા અને અન્ય યાત્રીઓ 14 દિવસ વિતાવશે.
સ્પેસએક્સ તરફથી જારી એક નિવેદનમાં કહેવાયું છે કે Ax-4 મિશનના ફાલ્કન 9 લોન્ચ વ્હિકલના નીરિક્ષણ દરમિયાન કેટલીક ખામીઓ સામે આી. આથી તેને ઠીક કરવામાં આવશે અને ત્યારબાદ તેના લોન્ચિંગની નવી તારીખ જાહેર કરાશે. જો કે લોન્ચિંગ માટે હવામાન 85 ટકા અનુકૂળ ગણાવવામાં આવ્યું હતું.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને પણ આ અંગે ટ્વીટ કરી છે. તેમણે કહ્યું કે ફાલ્કન 9 લોન્ચ વ્હિકલના ટેસ્ટિંગ દરમિયાન ઓક્સીજન લીકની સમસ્યા સામે આવી. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા, એલન મસ્કની કંપની સ્પેસ એક્સ અને ઈસરોના જોઈન્ટ અભિયાન તરીકે આ Axiom-4 મિશન લોન્ચ થવાનું છે. તેના અગાઉ પણ ત્રણ લોન્ચિંગ થઈ ચૂક્યા છે. ભારત માટે આ ઐતિહાસિક પળ છે કારણ કે લગભગ 40 વર્ષ બાદ કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસ મિશન પર જશે. લખનઉના રહીશ અને એરફોર્સના પાઈલટ શુભાંશુ શુક્લાએ આ માટે એક વર્ષ સુધી અત્યંત કપરી ટ્રેનિંગ લીધી છે. આ અગાઉ પણ બેવાર Axiom-4 મિશન ટળ્યું છે. 10 જૂનના રોજ લોન્ચ સાઈટ પર હવા અને ભારે વરસાદના કારણે તેને રદ કરવું પડ્યું હતું.
Postponement of Axiom 04 mission slated for launch on 11th June 2025 for sending first Indian Gaganyatri to ISS.
As part of launch vehicle preparation to validate the performance of booster stage of Falcon 9 launch vehicle, seven second of hot test was carried out on the launch…
— ISRO (@isro) June 11, 2025
Axiom-4 મિશન હેઠળ અંતરિક્ષયાત્રીઓને 14 દિવસ માટે અંતરિક્ષમાં મોકલવાની તૈયારી છે. જે હેઠળ માઈક્રોગ્રેવીટી, લાઈફ સાયન્સ સંલગ્ન અનેક મહત્વના સંશોધન થવાના છે. લગભગ 30 દેશોના રિસર્ચર્સ આ મિશન સાથે જોડાયેલા છે.
ભારત માટે આ સ્પેસ મિશન ખુબ મહત્વનું છે. કારણ કે ભારત પોતાના દમ ઉપર પણ અંતરિક્ષ મિશન (ગગનયાન)ની તૈયારી કરી રહ્યું છે. ગગનયાન મિશન માટે પસંદગી પામેલા 4 અંતરિક્ષ યાત્રીઓને ભારત સ્પેસમાં મોકલશે. ભારત 2027 સુધીમાં ગગનયાનના લોંચિંગ માટે તૈયારી કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે