Home> Business
Advertisement
Prev
Next

Stock Market News: ગુજરાતની આ ટેક્સ્ટાઈલ કંપનીનો શેર મચાવી રહ્યો છે ધમાલ, કિંમત 40 રૂપિયા કરતા પણ ઓછી

Share Market News: જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર તમને ફાયદો કરાવી શકે છે. ગુજરાતના અમદાવાદ સ્થિત આ કંપનીના પેની સ્ટોકમાં રોકાણકારોને રસ પડી શકે છે જેનો ભાવ 40 રૂપિયા કરતા પણ ઓછો છે. જાણો વિગતો. 

Stock Market News: ગુજરાતની આ ટેક્સ્ટાઈલ કંપનીનો શેર મચાવી રહ્યો છે ધમાલ, કિંમત 40 રૂપિયા કરતા પણ ઓછી

વિશાલ ફેબ્રિક્સ લિમિટેડના શેર શુક્રવારે 8.4 ટકા વધીને 30.49 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગયા હતા. જ્યારે ગત બંધ ભાવ 28.13 રૂપિયા પ્રતિ શેર હતો. આ શેરનો 52 અઠવાડિયાનો હાઈ 42..88 રૂપિયા પ્રતિ શેર અને લો 18 રૂપિયા પ્રતિ શેર રહ્યો છે.

fallbacks

1985માં સ્થપાયેલી એક કપડાં કંપની વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ ગુજરાત સ્થિત ચિરિપાલ સમૂહનો ભાગ છે. રંગેલા દોરા, ડેનિમ, અને કસ્ટમ ટેક્સ્ટાઈલ વર્ક સહિત અનેક પ્રકારના કપડાંનું નિર્માણ અને વિતરણ કરે છે. તેના કપડાં 100 ટકા કોટન, કોટન બ્લેન્ડ્સ અને મોડલ જેવી વિવિધ રચનાઓમાં મળે છે ને તેઓ સ્ટ્રેચ ડેનિમના પ્રમુખ આપૂર્તિકર્તા છે. તેમની વ્યાપક ઉત્પાદન ક્ષમતા અમદાવાદ, ગુજરાતમાં અનેક ઉપલબ્ધ સુવિધાઓથી આવે છે અને તેમની પાસે જાણીતા આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સ સહિત ગ્રાહકોની એક પ્રભાવશાળી યાદી છે. કંપનીની માર્કેટ કેપ 500 કરોડ રૂપિયા કરતા વધુ છે. 

વિશાલ ફેબ્રિક્સ લિમિટેડે ચિરિપાલ ટેક્સટાઈલ મિલ્સ પ્રાઈવેટ લિમિટેડ (CTMPL) માં રોકાણ કર્યું. કંપનીએ 201 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર CTMPL ના 1,73,825 ઈક્વિટી શેર ખરીદ્યા જે એક સ્વતંત્ર મૂલ્યાંકનના આધાર પર કુલ 3,49,38,825 રૂપિયા બરાબર છે. આ અધિગ્રહણે CTMPL માં વિશાલ ફેબ્રિક્સ લિમિટેડની ઈક્વિટી ભાગીદારી 37.72 ટકાથી વધીને 42.36 ટકા કરી દીધી છે. જેનાથી CTMPL ને તેની સહયોગી કંપની તરીકે મજબૂતી મળ છે અને તેને વ્યવસાયી વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક સંબંધિત પાર્ટી લેવડદેવડ ગણવામાં આવે છે. કારણ કે CTMPL માં પ્રમોટર સમૂહને હાલમાં રસ છે જેણે નાણાકીય વર્ષ  2023-24 માં 530.55 કરોડ રૂપિયાનો વેપાર કર્યો અને કપડાં નિર્માણ અને ગતિવિધિઓની એક વિસ્તૃત શ્રૃંખલામાં સામેલ છે. 

ત્રિમાસિક પરિણામો મુજબ Q3FY25 માં Q2FY25 ની સરખામણીમાં શુદ્ધ વેચાણ 5 ટકા વધીને 403.7 કરોડ રૂપિયા તથા શુદ્ધ નફો 32 ટકા વધીને 9.6 કરોડ રૂપિયા થયો. પોતાના 9 માસિક પરિણામોમાં કંપનીએ 9MFY25 માં 1,128.4 કરોડ રૂપિયાનું શુદ્ધ વેચાણ અને 21.7 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો નોંધાવ્યો. તેના વાર્ષિક પરિણામો પર નજર ફેરવીએ તો કંપનીએ FY24 માં 1,450 કરોડ રૂપિયાનું શુદ્ધ વેચાણ અને 21 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો નોંધાવ્યો. 

આ શેર પોતાના 52 અઠવાડિયાના નીચલા સ્ત 18 રૂપિયે પ્રતિ શેરથી 65 ટકા ઉપર છે. કંપનીના પ્રમોટર્સ પાસે 69 ટકા સ્વામિત્વ ભાગીદારી છે, જ્યારે એફઆઈઆઈ પાસે 3.44 ટકા અને પબ્લિક શેર હોલ્ડર્સ પાસે 27.56 ટકા ભાગીદારી છે. રોકાણકારોએ આ માઈક્રો કેપ ટેક્સટાઈલ સ્ટોક પર નજર રાખવી જોઈએ. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More