Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદમાંથી વધુ એક વખત નકલી પોલીસ પકડાઈ છે. આ વખતે અમદાવાદની ઈસનપુર પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી છે. કઈ રીતે નકલી પોલીસ બનીને આખા ગુનાને અંજામ આપ્યો હતો.
અમદાવાદની ઈસનપુર પોલીસે યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો, મોહસીન રફિક શેખ ઉર્ફે બીડુ અને અબરાર સત્તાર પઠાણ ઉર્ફે મુન્નાની ધરપકડ કરી છે. ઈસનપુર પોલીસે આ ત્રણેયની નકલી પોલીસના ગુનામાં ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ગઈ તારીખ 4 એપ્રિલના રોજ આ ત્રણ આરોપી પૈકી બે આરોપી મોહસીન રફિક શેખ ઉર્ફે બીડુ અને અબરાર સત્તાર પઠાણ ઉર્ફે મુન્નો રાત્રે 11 વાગ્યે ઘોડાસરથી કેડિલા બ્રિજ પર જવાના રસ્તા પર ચાર્કિંગ ના બહાને ફરિયાદી ને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ત્યાર બાદ ફરિયાદીનું વાહન રોક્યું હતું.
બાદમાં વેપારીને બે લાફા મારીને ‘દેહવ્યાપારની પ્રવૃતિમાં જોડાયેલ છે’ તેમ કહી ધાક ધમકી આપી હતી. આ બંને આરોપીઓએ ફોન કરીને ‘અમારા પોલીસ અધિકારી છે’ તેમ કહી મુખ્ય આરોપી યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો સાથે વાત કરાવી હતી અને યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો એ ફરિયાદીને કહ્યું હતું કે, મોટો કેસ કરવો પડશે અને આખી જિંદગી જેલમાં રહેવું પડશે. સાથે જ ધમકી આપી કે નારોલ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહ્યું છે. જેથી વેપારી ડરી જતા ફરિયાદીએ પૈસા આપવાનું કહેતા આરોપીઓ ફરિયાદીને એટીએમ ખાતે લઈ જઈને અને ત્યાંથી પૈસા ભરવા આવેલા એક વ્યક્તિ પાસેથી રોકડ રકમ અને ગૂગલ પે દ્વારા 28 હજાર લઈ લીધા હતા.
RSS નેતાને બર્થડે વિશ કરવું ગુજરાતના નેતાને ભારે પડ્યું, ભાજપે માંગી લીધું રાજીનામું
આ મામલે વેપારીએ ઇસનપુર પોલીસને આખા બનાવ વિશે જાણ કરી હતી. ઈસનપુર પોલીસે પ્રાથમિક માહિતીમાં જ નકલી પોલીસ નો બનાવ હોવાનું જણાય આવતા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
ઈસનપુર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરતા પોલીસ તપાસ માં સામે આવ્યું કે નકલી પોલીસ બની ને પૈસા પડાવતી ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો છે અને તેના સાગરીતો તરીકે અન્ય બે શકશો પણ છે ત્યારે આ ત્રણેય ની નકલી પોલીસના ગુના માં ધરપકડ કરવા માં આવી અને ત્રણેય આરોપીઓ ની પૂછ પરછ માં સામે આવ્યું કે યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો વિરુધ્ધ માં અગાઉ પણ 7 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને પાસા હેઠળ જેલ માં પણ જઈ આવ્યો છે આ યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો જુદા જુદા શકશો ને પોતાની ગેંગ માં શામેલ કરતો હતો અને નકલી પોલીસ બની ને પૈસા પડાવતો હતો ત્યારે આ ગેંગ ની મોડ્સઓપરેન્ડી ની વાત કરી એ તો આરોપીઓ પોલીસ જેવી દેખાવ ઉભો કરી જેમાં હેર કટ ટૂંકા રાખવા ડી સ્ટાફ જેવા કપડા પહેરવા અને પોલીસ જેવી ભાષા નો ઉપયોગ કરી ને રાહદારી ને ઊભા રાખી ફરિયાદ નોંધવા ની કે ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે તેમ કહી ડરાવી ધમકી આપી કેસ કરવા નો ડર આપી પૈસા પડાવી લેતા હતા
ત્યારે ઇસનપુર પોલીસ ની તપાસ માં આ ગેંગ ના મુખ્ય આરોપી યાસીન શબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો ની ક્રાઇમ કુંડળી સામે આવી છે જેમાં કૃષ્ણનગર, બાપુનગર, મેઘાણીનગર માં નકલી પોલીસ ના સાત ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે બીજા આરોપી મોહસીન રફિક શેખ ઉર્ફે બીડુ વિરુદ્ધ રામોલ , વેજલપુર અને શહેર કોટડા માં ચાર ગુના નોંધાય ચૂક્યા છે અને અબરાર સત્તાર પઠાણ ઉર્ફે મુન્નો વિરૂધ્ધ પણ શહેરકોટડા ગુનો નોંધાય ચૂક્યો છે ત્યારે ઈસનપુર પોલીસે વધુ એ તપાસ શરૂ કરી છે કે આરોપીઓ એ આ સિવાય અન્ય કોઈ ગુનાઓ ને અંજામ આપ્યો છેં કેમ.
RSS નેતાને બર્થડે વિશ કરવું ગુજરાતના નેતાને ભારે પડ્યું, ભાજપે માંગી લીધું રાજીનામું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે