શેર માર્કેટમાં ઉતાર ચડાવ વચ્ચે આજે 1 રૂપિયાથી પણ ઓછાનો એક સ્ટોક એનએસઈ ટોપ 20 ગેનર્સની યાદીમાં જોવા મળ્યો. અહીં અમે કરજમુક્ત કંપની કેબીસી ગ્લોબલ લિમિટેડની વાત કરીએ છીએ. આ કંપનીના શેર નબળા માર્કેટમાં પણ ઉછાળો મારી રહ્યા છે. 62 પૈસાના આ સ્ટોકમાં આજે અપર સર્કિટ લાગતી જોવા મળી. એનએસઈ પર તેમાં 19.23 ટકાનો ઉછાળો છે. આજે આ શેરને વેચવા માટે જાણે કોઈ તૈયાર નથી. ઓર્ડર બુકમાં 49226054 શેર ખરીદી માટે લાગેલા છે.
આજે આ સ્ટોક 61 પૈસાના રેટથી ખુલ્યો અને 62 પૈસાના ડે હાઈ પર પહોંચી ગયો. તેમાં છેલ્લા 5 દિવસમાં જ 63 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા એક મહિનામાં 59 ટકા ચડ્યો છે. આમ તો વર્ષે તેણે લગભગ 29 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
શું કરે છે KBC Global Limited
તેનું જૂનું નામ કરદા કન્સ્ટ્રક્શન લિમિટેડ હતું. કેબીસી ગ્લોબલ એક ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કંપની છે, તેનો મેઈન બિઝનેસ રિયલ એસ્ટેટ નિર્માણ અને વિકાસ છે. જેમ કે આવાસીય (1બીએચકે એપાર્ટમેન્ટથી પેન્ટહાઉસ સુધી), વાણિજ્યિક, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. નાસિકમાં હરિ સંકુલ, હરિ સ્નેહ, હરિઓમ જેવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ તેમના છે.
નાણાકીય સ્વાસ્થ્ય
કંપનીની માર્કેટ કેપ ₹271–329 કરોડ (જૂન 2025 સુધી)
શેર મૂલ્ય- ₹0.45–0.63 (પેની સ્ટોક શ્રેણી), 52 સપ્તાહનો હાઈ અને લો: ₹1.28/₹0.34
નકારાત્મક નફાકારકતા- ROE (-4.49%), ROCE (-3.78%)
જોખમ અને પડકારો
FY 2025 માં ₹38 કરોડનું નુકસાન ₹38 કરોડનું નુકસાન અને રિટેલ રોકાણકારો પર વધુ નિર્ભરતા (99% હોલ્ડિંગ), જેનાથી શેરની અસ્થિરતા વધે છે. નાણાકીય અસ્થિરતા અને પ્રમોટરોની ઓછી ભાગીદારી તેની પ્રગતિમાં અવરોધ કહી શકાય. રોકાણકારો માટે આ એક ઉચ્ચ જોખમવાળો પેની સ્ટોક છે. જેની ભવિષ્યની સંભાવનાઓ સૌર વ્યવસાયની સફળતા પર નિર્ભર કરે છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે