ભારતીય શેર બજારમાં સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ખૌફથી હાહાકાર મચી ગયો હતો. જો કે આજે માર્કેટ રિકવરી મોડમાં જોવા મળી રહ્યું છે. સોમવારે મોટા કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ માર્કેટ ઓપન થતા જ 1200 અંક ઉછળ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 350 અંકના ઉછાળા સાથે જોવા મળ્યો. આ બધા વચ્ચે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સથી લઈને અદાણી પોર્ટના શેરો ગ્રીન ઝોનમાં જોવા મળ્યા.
મળ્યા હતા પોઝિટિવ સંકેત
શેર બજારમાં તેજીના સંકેત સોમવારે જ મળવા લાગ્યા હતા. જાપાન અને હોંગકોંગના શેર બજારો તોફાની તેજીમાં જોવા મળ્યા હતા. જ્યારે ગિફ્ટ નિફ્ટી પણ શરૂઆતી કારોબારમાં લગભગ 400 અંકના ઉછાળા સાથે જોવા મળ્યો હતો. જાપાનના નિક્કેઈમાં જબરદસ્ત 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. Hongkong HangSang Index પણ લગભગ 3 ટકાની તેજી સાથે ટ્રેડ થતો જોવા મળ્યો.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ, ટાટા સ્ટીલ, એક્સિસ બેંકસ, ટાટા મોટર્સ, જિયો ફાઈનાન્શિયલ, ભારતી એરટેલ વગેરે જોવા મળી રહ્યા છે.
કાલે બજાર થયું હતું ધડામ
ભારતીય શેર બજારમાં કાલે કત્લેઆમ મચી હતી. માર્કેટ ઓપન થતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાયી જોવા મળ્યા હતા. બીએસઈનો સેન્સેક્સ પોતાના પાછલ બંધ 75,364.69ની સરખામણીએ ગગડીને 71,449 ના લેવલ પર ખુલ્યો હતો. ગણતરીના સમયમાં 71,425 પર પહોંચી ગયો હતો. જો કે અંતમાં કઈક રિકવરી જોવા મળી. આમ છતાં સેન્સેક્સ 2226.79 એટલે કે 2.95 ટકા ગગડીને 73,137.90 ના લેવલ પર ક્લોઝ થયો હતો.
સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ પોતાના ગત ક્લોઝિંગ 22,904 ની સરખામણીએ તૂટીને 21,758 પર ટ્રેડ શરૂ કર્યું હતું. આ દરમિયાન 1000 અંક ગગડીને 21,743 સુધી પહોંચ્યો. દિવસના અંતમાં નિફ્ટીમાં પણ કઈક સુધારો જોવા મળ્યો અને તે 742.85 અંક કે 3.24 ટકાના ઘટાડા સાથે 22,161.60 ના લેવલ પર ક્લોઝ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે