Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટ દુનિયાની સૌથી આઘાતજનક ક્ષણ! આ યુવા ખેલાડીએ 27 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી

ક્રિકેટ જગત માટે ખૂબ જ ચોંકાવનારી ક્ષણ આવી છે. 27 વર્ષની ઉંમરે એક યુવા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના પ્રતિભાશાળી ઓપનર વિલ પુકોવસ્કીએ 27 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

ક્રિકેટ દુનિયાની સૌથી આઘાતજનક ક્ષણ! આ યુવા ખેલાડીએ 27 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી

ક્રિકેટ જગત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 27 વર્ષની ઉંમરે એક યુવા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના પ્રતિભાશાળી ઓપનર વિલ પુકોવસ્કીએ 27 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિલ પુકોવસ્કીએ સ્વીકાર્યું કે તે હજુ પણ વારંવાર થતી ઈજાઓને કારણે 'ડરામણા' લક્ષણોથી પીડાઈ રહ્યો છે. 27 વર્ષીય વિલ પુકોવસ્કીએ છેલ્લે માર્ચ 2024માં શેફિલ્ડ શીલ્ડ રમી હતી, જ્યારે તસ્માનિયાના ફાસ્ટ બોલર રિલે મેરેડિથનો એક બોલ તેના હેલ્મેટને વાગ્યો હતો.

fallbacks

27 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત
વિલ પુકોવસ્કીએ ઓસ્ટ્રેલિયા માટે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ જાન્યુઆરી 2021માં ભારત વિરુદ્ધ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમી હતી, જેમાં તેણે પ્રથમ દાવમાં 62 રન બનાવ્યા હતા. વિલ પુકોવસ્કીએ SEN ક્રિકેટને કહ્યું, 'હું ફરીથી ક્રિકેટ નહીં રમીશ. શક્ય તેટલું સરળ રીતે કહીએ તો, તે ખરેખર મુશ્કેલ વર્ષ રહ્યું છે. સરળ સંદેશ એ છે કે હું ફરીથી કોઈપણ સ્તરે ક્રિકેટ નહીં રમીશ. તે પછીના થોડા મહિનામાં (છેલ્લી ઈજા) મેં કંઈપણ કરવા માટે સંઘર્ષ કર્યો, ઘરની આસપાસ ફરવું પણ એક સંઘર્ષ હતો.

કન્ફશનના ગંભીર દુષ્ભાવોનો કર્યો ખુલાસો
વિલ પુકોવસ્કીએ કહ્યું, 'મારી મંગેતર એ વાતથી નારાજ હતી કે મેં ઘરના કામમાં મદદ ન કરી. હું ખુબ ઉંઘતો હતો. ત્યારથી તે એક મુશ્કેલ વર્ષ રહ્યું છે, ઘણા લક્ષણો દૂર થયા નથી, જેના કારણે મેં આ નિર્ણય લીધો. શરૂઆતના થોડા મહિના ભયંકર હતા, પરંતુ પરિસ્થિતિએ મારો પીછો છોડ્યો નહોતો. હકીકતમાં, વિલ પુકોવસ્કીએ થાક, માથાનો દુખાવો અને મોશન સિકનેસ સહિત કન્ફશના અમુક ગંભીર દુષ્પ્રભાવોનો પણ ખુલાસો કર્યો.

'મને ચક્કર આવવા લાગે છે'
વિલ પુકોવસ્કીએ કહ્યું, 'માનસિક સ્વાસ્થ્ય લક્ષણો તેનો એક ભાગ છે. પછી થાક છે, જે ખૂબ જ ખરાબ છે, મને નિયમિતપણે માથાનો દુખાવો થાય છે. હું ખરેખર મારી ડાબી બાજુની વસ્તુઓ સાથે સંઘર્ષ કરું છું. જો મારી ડાબી બાજુ કંઈક થાય તો મને ચક્કર આવવા લાગે છે. હું મોશન સિકનેસથી પીડિત છું. આ ડરામણું છે. 27 વર્ષની ઉંમરે મારી સામે ઘણું બધું છે અને મારી પાસે ઘણી બધી વસ્તુઓ છે જે હું મારા જીવનમાં હાંસલ કરવા માંગુ છું.'

'તે ખૂબ ડરામણું છે'
વિલ પુકોવસ્કીએ કહ્યું, 'હું આગામી 15 વર્ષ સુધી રમવા માંગતો હતો અને તેને મારી પાસેથી છીનવી લેવામાં આવ્યો, જે ખૂબ જ ખરાબ છે. ઓછામાં ઓછું હું જાણું છું કે મારા માથા પર ફરીથી ઈજા થશે નહીં, પરંતુ જ્યારે લક્ષણો ચાલુ રહે છે, ત્યારે તે ડરામણું છે. હું જાણું છું કે આ ઇજાઓ પહેલાં હું કેવો હતો અને હું જાણું છું કે હવે હું કેવો છું. મારા પરિવાર અને મિત્રોએ મારામાં તફાવત જોયો છે અને તે મારા અને તેમના માટે ડરામણું છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More