એનર્જી કંપની સુઝલોન એનર્જીના શેર 67 રૂપિયા પાર પહોંચી ગયા છે. સુઝલોન એનર્જીના શેર બુધવારે BSE માં 3 ટકાથી વધુના ઉછાળા સાથે 67.63 રૂપિયા પર ટ્રેડ થતા જોવા મળ્યા. કંપનીના શેર છેલ્લા એક મહિનામાં 17 ટકા કરતા વધુ ઉછળ્યા છે. જ્યારે છેલ્લા 5 વર્ષથી થોડા વધુ સમયમાં સુઝલોન એનર્જીના શેર 3800 ટકાથી વધુ ચડ્યા છે. કંપનીના શેર આ સમયગાળામાં 1.72 રૂપિયાથી વધીને 67 રૂપિયા પાર પહોંચ્યા છે. એનર્જી કંપનીના શેરનો 52 અઠવાડિયાનો હાઈ લેવલ 86.04 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરોનો 52 અઠવાડિયાનો લો લેવલ 43.50 રૂપિયા છે.
1 લાખના 39 લાખ રૂપિયા બન્યા
સુઝલોન એનર્જીના શેર 27 માર્ચ 2020ના રોજ 1.72 રૂપિયા પર હતા. એનર્જી કંપનીના શેર 28 મે 2025ના રોજ 67.63 રૂપિયા પર ટ્રેડ થતા જોવા મળ્યા. કંપનીના શેરોએ આ સમયગાળામાં શેરાધારકોને 3800 ટકાથી વધુનું રિટર્ન આપ્યું. જો કોઈ રોકાણકારે 27 માર્ચ 2020ના રોજ સુઝલોન એનર્જીના શેરોમાં એક લાખ રૂપિયા રોક્યા હોત અને રોકાણ હોલ્ડ કર્યું હોય તો 1 લાખ રૂપિયાના શેરોની હાલની માર્કેટ વેલ્યૂ 39.31 રૂપિયા થાય. સુઝલોન એનર્જીની માર્કેટ કેપ 28 મે 2025ના રોજ 92,330 કરોડ રૂપિયા પહોંચી ગઈ.
5 વર્ષમાં 2500% ઉછળ્યા છે શેર
વિન્ડ એનર્જી બિઝનેસ સાથે જોડાયેલી કંપની સુઝલોન એનર્જીના શેર પાંચ વર્ષમાં લગભગ 2500 ટકા ચડ્યા છે. કંપનીના શેર 29 મે 2020ના રોજ 2.60 રૂપિયા પર હતા. કંપનીના શેર 28 મે 2025ના રોજ 67.63 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં કંપનીના શેરોમાં 1190 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં સુઝલોન એનર્જીના શેર 850 ટકાથી વધુ ઉછળ્યા છે. છેલ્લા બે વર્ષમાં એનર્જી કંપનીના શેરોમાં 570 ટકાની તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરોમાં 50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે