અમે તમને એક એવા શેર વિશે જણાવીશું જેણે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. ભલે થોડા કેટલાક વર્ષો પડકારભર્યા રહ્યા હોય પરંતુ આમ છતાં પણ લોંગ ટર્મમાં આ સ્ટોકનું રિટર્ન ખુબ જ શાનદાર રહ્યું છે. 11 વર્ષ પહેલા આ સ્ટોકને ખરીદનારા રોકાણકારો આજે કરોડપતિ બની ગયા છે. કંપનીએ આ દરમિયાન 13340 ટકાનું રિટર્ન આપ્યું છે.
11 વર્ષ પહેલા 4 રૂપિયાથી ઓછો હતો ભાવ
કંપનીના શેરોનો ભાવ 11 વર્ષ પહેલા 4 રૂપિયાથી પણ ઓછો માત્ર 3.90 રૂપિયા પ્રતિ શેર હતો. શુક્રવારે આ શેર 524 રૂપિયાના સ્તરે હતો. એટલે કે 11 વર્ષમાં આ સ્ટોકે પોઝિશનલ રોકાણકારોને 550 ટકાનું રિટર્ન આપ્યું છે. 5 વર્ષ પહેલા કંપનીના શેરોને હોલ્ડ કરનારા રોકાણકારોને અત્યાર સુધી 550 ટકાનું રિટર્ન મળી ચૂક્યું છે.
પડકારભર્યા રહ્યો સમય
આ સ્મોલ કેપ સ્ટોકનો ભાવ છેલ્લા 3 વર્ષમાં 64 ટકા ગગડ્યો છે. જ્યારે એક વર્ષથી કંપનીના શેરોને હોલ્ડ કરનારા રોકાણકારોને અત્યાર સુધીમાં 46 ટકાનો લાભ મળ્યો છે. કંપનીનો 52 વીક હાઈ 1086.05 રૂપિયા અને લો 515.90 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 7000 કરોડ રૂપિયાથી વધુ છે.
એક લાખના રોકાણે કરોડપતિ બનાવ્યા
ફેબ્રુઆરી 2014માં જે રોકાણકારોએ આ સ્ટોકપર એક લાખ રૂપિયાનો દાવ લગાવ્યો હશે તેમનું રિટર્ન હવે વધીને 1.34 કરોડ રૂપિયા થઈ ગયું છે. જ્યારે 5 વર્ષ પહેલા સ્ટોકને ખરીદનારા રોકાણકારોનું અત્યાર સુધીમાં રિટર્ન 6.5 લાખ રૂપિયા થઈ ગયું છે.
ડિવિડન્ડ પણ આપે છે કંપની
ગત મહિને 27 તારીખના રોજ કંપની એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યો હતો. ત્યારે કંપનીએ યોગ્ય રોકાણકારોને એક શેર પર 6 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું. જ્યારે 2024માં કંપનીએ 2વાર એક્સ ડિવિડેન્ડ ટ્રેડ કર્યું હતું. બંને વખત કંપની દરેક શેર પર 6-6 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતું.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે