Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત ખેડૂતો માટે સરકારની આ યોજના છે દમદાર! DGVCLની ટીમો કરે છે જાગૃત, ખર્ચ આવે છે 'શૂન્ય'

સોલાર પંપથી સિંચાઇ કરી વધુ પાક મેળવી પગભર બનતા ખેડૂતો રાજ્યના ખેડૂતોમાં અગ્રેસર. DGVCLની ટીમો જે જાગૃતિ ફેલાવી આ સરકારની સ્કીમ લેવા જણાવે છે. એટલે ખેડૂતોમાં જાગૃતિ આવી આજે રાજ્યમાં સૌથી વધુ ખેડૂતો પોતાની જાતે સોલાર પંપ ચલાવી ઈચ્છા મુજબ અને સમયે પાણી લઇ શકે છે.

ગુજરાત ખેડૂતો માટે સરકારની આ યોજના છે દમદાર! DGVCLની ટીમો કરે છે જાગૃત, ખર્ચ આવે છે 'શૂન્ય'

Gujarat Farmers: ગુજરાત રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં સોલાર પંપથી ખેતીનું ઉત્પાદન કરતા ખેડૂતો સૌથી વધુ નર્મદા જિલ્લામાં છે. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં દુર્ગમ ગામોના ખેતરોમાં સોલાર મૂકી ખેડૂતો સિંચાઈથી એક વર્ષમાં બમણુ ઉત્પાદન લેતા થયા છે. જેની પાછળ કારણ મુખ્ય તો આ વિસ્તારમાં દીપડા ખેતરો અને રાહેઠળ સુધી આવતા હોય રાત્રીના મળતી 8 કલાક એગ્રિકલચર લાઈનમાં ખેડૂતો દીપડાના ડરથી જતા નહિ અને સવારે લાઈટ ના હોય એટલે ખેતીને નુકસાન થાય.

fallbacks

આ પાટીદાર સમાજમાં છે દીકરીની વિદાય વખતે પગે પડીને ક્ષમા માગવાની પરંપરા...PHOTOs જોઈ

બીજી બાજુ સવારે લાઈટ થઇ તો અનિયમિત લાઈટોમાં 8 કલાકમાં કેટલું પાણી પીવડાવે આવી સમસ્યાને લઈને DGVCLની ટીમો જે જાગૃતિ ફેલાવી આ સરકારની સ્કીમ લેવા જણાવે છે. એટલે ખેડૂતોમાં જાગૃતિ આવી આજે રાજ્યમાં સૌથી વધુ ખેડૂતો પોતાની જાતે સોલાર પંપ ચલાવી ઈચ્છા મુજબ અને સમયે પાણી લઇ શકે છે. જેનો બિલકુલ ખર્ચ નથી. 

ઘર કંકાસમાં પતિએ પત્નીને દાતરડા વડે વાઢી નાંખી! દીકરા-દીકરીએ જણાવી રૂવાડા ઉભા કરે...

નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવે છે. હજુ પણ 80 જેટલા સેડ઼ો એરિયાના ગામો છે. જ્યા ક્નેટિવિટી નથી. ઇન્ટરનેટ સેવા પણ નથી ત્યારે વીજળી તો ક્યાંથી હોય આવા દુર્ગમ વિસ્તારોમાં ખેડૂતો એક માત્ર વરસાદના ભરોશે ખેતી કરતા હતો હવે સરકાર દ્વારા ફ્રીમાં સોલાર પમ્પ મેળવી ખેતી કરતા થયા છે. નર્મદા જિલ્લામાં અંદાજિત કુલ 56,659 ખાતેદાર ખેડૂતો છે. જેમના દ્વારા ખરીફ વાવેતર.97,888,હેકટર કરવામાં આવે છે. રવિ વાવેતર 14,641 હેક્ટરમાં વાવણી કરે છે. અને ઉનાળુ 3,5,28 હેક્ટર વાવેતર થાય છે. 

આ હાઈ-વે પર લાશોનો ઢગલો થયો! મહાકુંભમાંથી પરત આવતા શ્રદ્ધાળુઓને દાહોદમાં અકસ્માત

આમ કુલ ..1,16,057 હેક્ટર જમીન માં વાવેતર થયા છે. જેમાં પિયત જમીન 44,600 હેકટર જટલી છે જયારે 71,457 હેક્ટર જેટલી જમીન બિનપિયાત છે. નર્મદા જિલ્લામાં ખાસ કેળા, શેરડી.કપાસ અને તુવેર અને શાકભાજી મુખ્યત્વે થાય છે. સૌથી વધુ બિનપિયત ખેતી હોય સોલાર પંપ ની માંગ જિલ્લામાં વધુ જોવા મળે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More