Home> Business
Advertisement
Prev
Next

બજારમાં શાનદાર રિકવરી, આગામી 15 દિવસમાં કમાણી માટે ખરીદો આ 5 Stocks

Stocks to BUY: છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજારમાં તેજી જોવા મળીછે. શેર બજારની રિકવરી વચ્ચે બ્રોકરેજ ફર્મે આગામી 15 દિવસની દ્રષ્ટિએ રોકાણ કરવા પાંચ શેર જણાવ્યા છે.

બજારમાં શાનદાર રિકવરી, આગામી 15 દિવસમાં કમાણી માટે ખરીદો આ 5 Stocks

Stocks to BUY: શેર બજારમાં સતત બીજા દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે. નિફ્ટી આજે 207 પોઈન્ટ મજબૂત થઈ 22545 પોઈન્ટ પર બંધ થયો છે. ગ્લોબલ સંકેત પોઝિટિવ છે અને રિઝર્વ બેંક તરફથી સિસ્ટમમાં સતત લિક્વિટિડી ઇન્ફ્યૂઝ કરવામાં આવી રહી છે. કાલે સપ્તાહનું છેલ્લું કારોબારી સત્ર છે. રિકવરી મૂડના માહોલ વચ્ચે એક્સિસ ડાયરેક્ટએ આગામી 15 દિવસની દ્રષ્ટિએ 5 સ્ટોક્સને પોઝિશનલ ટ્રેડર્સ માટે પસંદ કર્યાં છે. આવો જાણીએ ટાર્ગેટ સહિત અન્ય વિગત..

fallbacks

Trent Share Price Target
Trent નો શેર 5069 રૂપિયા પર બંધ થયો. આ સ્ટોકને 4990-5045 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 5250 રૂપિયાનો ટાર્ગેટ અને 4940 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

Torrent Pharma Share Price Target
Torrent Pharma નો શેર 3059 રૂપિયા પર બંધ થયો છે. આ સ્ટોકને 3020-3051 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 3222 રૂપિયાનો ટાર્ગેટ અને 2994 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આગામી સપ્તાહે વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, જાણો કેટલો થશે ફાયદો

Inox India Share Price Target
Inox India નો શેર 1027 રૂપિયા પર બંધ થયો છે. આ સ્ટોકને 990-1007 રૂપિયાના રેન્જમાં ખરીદવાની સલાહ છે. 1145 રૂપિયાનો ટાર્ગેટ અને 975 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

CDSL Share Price Target
CDSL નો શેર 1175 રૂપિયા પર બંધ થયો છે. આ સ્ટોકને 1140-1156 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 1264 રૂપિયાનો ટાર્ગેટ અને 1120 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

Varroc Engineering Share Price Target
Varroc Engineering  નો શેર 446 રૂપિયા પર બંધ થયો છે. આ સ્ટોકને 438-444 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 480 રૂપિયાનો ટાર્ગેટ અને 432 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. 

(ડિસ્ક્લેમરઃ આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More