Home> Business
Advertisement
Prev
Next

પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આવી રીતે બચાવી શકો છો ડબલ ટેક્સ

Home Loan Tax Savings: અનેક લોકો વિચારે છે કે લોન લઈને ઘરી ખરીદવું બરાબર નથી. આથી તે બીજી જગ્યાએ રોકાણ કરે છે. જો કે, અનેક ફાયનાન્શિયલ પ્લાનર હોમ લોન લઈને ઘર ખરીદવાનું અને રિકરિંગ ઈન્વેસ્ટમેન્ટ કે SIPની જગ્યાએ EMI ભરવાની સલાહ આપે છે. 

પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આવી રીતે બચાવી શકો છો ડબલ ટેક્સ

Home Loan Tax Savings: જો કે, જો તમે ઈન્કમ ટેક્સ ભરી રહ્યા છો તો ઘર ખરીદવું ખાસ કરીને લોન પર ખરીદવું ફાયદામાં રહી શકે છે. આવો વાત કરીએ કે ઈન્કમટેક્સ એક્ટ અંતર્ગત હોમ લોન લેવાના શું ફાયદા છે અને કેવી રીતે તમે ટેક્સની બચત બમણી કરી શકો છો. સૌથી પહેલાં એ જાણી લો કે ઘર ખરીદવું કે ભાડા પર લેવું... આ ચર્ચાનું શું ઔચિત્ય છે. ઘર ખરીદવું ખાસ કરીને પહેલું ઘર ખરીદવું રોકણથી વધારે ભાવનાત્મક નિર્ણય હોય છે. પહેલું ઘર દરેક વ્યક્તિ પોતાને રહેવા માટે ખરીદે છે. કેમ કે પોતાનું ઘર અનેક રીતે માનસિક શાંતિ આપનારું હોય છે. જે ભાડાના ઘરમાં શક્ય નથી. જો આપણે ઈન્કમ ટેક્સની દ્રષ્ટિએ જોઈએ તો એવામાં પણ તમારે ઘર ખરીદવું ફાયદાકારક છે. ભાડાની દ્રષ્ટએ માત્ર HRA ક્લેમ કરી શકાય છે. જ્યારે લોન લઈને ઘર ખરીદીને અનેક છૂટ ક્લેમ કરવાની તક મળે છે.

fallbacks

ક્લેમ કરી શકો છો આ ડિડક્શન્સ:
ઈન્કમ ટેક્સ અંતર્ગત હોમ લોનના પ્રિન્સિપલ એમાઉન્ટના રિપેમેન્ટ પર સેક્શન 80 સી અંતર્ગત દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન લઈ શકાય છે. જ્યારે સેક્શન 24-બી અંતર્ગત હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિડકશન ક્લેમ કરી શકાય છે. લોન લેનારા વ્યક્તિ આ બન્નેને મેળવીને એક નાણાંકીય વર્ષમાં ટેક્સ બચતમાં 3.5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકો છો.

વ્હીકલ ઇન્સ્યોરન્સ હોવા થતા નથી મળી રહ્યો ક્લેમ, આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

જોઈન્ટ લોન લેવા પર ડબલ લાભ:
જો તમે પોતાની પત્નીની સાથે જોઈન્ટ હોમ લોન લો છો તો તમે અલગ-અલગ આ ફાયદાનો ક્લેમ કરી શકે છે. એવામાં કમ્બાઈન લિમિટ સેક્શન 80 સી અંતર્ગત 3 લાખ રૂપિયા અને સેક્શન 23 બી અંતર્ગત 4 લાખ રૂપિયા હશે. એટલે કુલ 7 લાખ રૂપિયાનું ડિડક્શન મળશે. આ એક એવું પગલું છે જે તમારી હોમ લોનને એસેટ ક્રિએશન ટૂલની સાથે ટેક્સ સેવિંગ એવન્યુ બનાવી શકો છો.

સરકારી કર્મચારીઓ મૌજે મૌજ! સરકાર આપશે 42 દિવસની એકસ્ટ્રા રજા, જાણો કેવી રીતે

આ વાતનું ધ્યાન રાખવું જરૂરી:
જો કે, ટેક્સ બેનિફિટનો ફાયદો લેવા માટે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. હોમ લોનના કો-બોરોઅર ખરીદવામાં આવેલી પ્રોપર્ટીમાં કો-ઓનર પણ હોવા જોઈએ. જો આવું નહીં હોય તો ટેક્સમાં લાભ નહીં મળે. આ મામલામાં EMI ચૂકવવામાં ભાગીદાર હોવા છતાં તેને ટેક્સ બેનિફિટ નહીં મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More