Vehicle Insurance Claim: રસ્તાઓ પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરમિયાન લોકો મોટર વીમો (Motor Insurance) પણ લે છે. જો કે, ઘણી વખત મોટર વીમો લીધા પછી જ્યારે જરૂર પડે ત્યારે દાવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી મોટર વીમાનો દાવો ઝડપથી અને કોઈપણ અવરોધ વિના પાસ કરી શકે છે.
પોલિસીધારકે જરૂરી અનુપાલન પ્રક્રિયાઓને અનુસરવી જોઈએ. વીમા કંપનીઓ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વિના ડ્રાઇવિંગ, દાવો ફાઇલ કરવામાં વિલંબ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, કાર રેલીમાં ભાગ લેવો વગેરે સહિત અનેક કારણોસર દાવો નકારી શકે છે.
બેટ્સમેનના શરૂ થશે ખરાબ દિવસો, બોલર માટે હવે નવા નિયમો લાવવાની તૈયારીમાં ICC!
આટલી બાબતોનું રાખો ધ્યાન
દાવામાં વિલંબ ટાળવા માટે વીમા કંપનીને તાત્કાલિક જાણ કરવી મહત્વપૂર્ણ છે. જો વાહન ચોરાઈ જાય અથવા અકસ્માત થાય, તો પોલિસીધારકે નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી પડશે અને તેની નકલ વીમા કંપનીને સબમિટ કરવી પડશે. વીમા કંપનીના સર્વેયર નુકસાનની હદ જોશે, અંદાજ આપશે અને વીમા કંપનીને સમારકામ ખર્ચની જાણ કરશે.
જો તમે કારમાં CNG કીટ ફીટ કરો છો, તો પોલિસી રિન્યૂ કરતાં સમયે વીમા કંપનીને જાણ કરો. આ પછી વીમાદાતા આને કવરમાં ઉમેરશે અને પ્રીમિયમ અપડેટ કરશે. જો વીમાદાતાને તેના વિશે જણાવવામાં નહીં આવે તો દાવો નકારવામાં આવશે. જો વીમેદારનું વાહન વ્યક્તિગત ઉપયોગ માટે જાહેર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ વાણિજ્યિક હેતુઓ માટે કરવામાં આવે છે તો વીમા કંપની દાવો આપવાનો ઇનકાર કરી દેશે.
સરકારી કર્મચારીઓ મૌજે મૌજ! સરકાર આપશે 42 દિવસની એકસ્ટ્રા રજા, જાણો કેવી રીતે
બીજી બાજુ, જો અકસ્માત કંપની દ્વારા નિર્ધારિત ભૌગોલિક વિસ્તારની બહાર થાય છે, તો વીમાદાતા દાવાઓને નકારી કાઢશે. આલ્કોહોલ અથવા ડ્રગ્સ લઈને વાહન ચલાવવાથી પણ દાવો અસ્વીકાર થઈ શકે છે. કોઈપણ દાવાનો અસ્વીકાર ટાળવા માટે વીમા પૉલિસીના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે