નવી દિલ્હીઃ જો તમે પણ હંમેશા નેશનલ હાઈવે કે એક્સપ્રેસ-વે થી સફર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકાર હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની તૈયારી કરી રહી છે. રોડ પરિવહન મંત્રાલયે બે નવા પ્રસ્તાવ તૈયાર કર્યાં છે, જેનાથી લાખો યાત્રિકોને ફાયદો મળી શકે છે.
કયા છે બે પ્રસ્તાવ?
હવે સાંકડા અને અઢી લેનવાળા રસ્તાઓ પર કોઈ ટોલ ટેક્સ નહીં લાગે, એટલે કે જો તમે એવા નેશનલ હાઈવે પર મુસાફરી કરી રહ્યા છો જે બે લેન અથવા અઢી લેન હોય તો ત્યાં ટોલ ભરવાની જરૂર નહીં પડે.
કાર ચાલકો માટે વાર્ષિક 3000 રૂપિયામાં અનલિમિટેડ ટ્રાવેલ પાસ એટલે કે જો તમે કારથી હંમેશા હાઈવે પર મુસાફરી કરો છો તો માત્ર 3000 રૂપિયા આપી આખું વર્ષ ટોલ આપ્યા વગર સફર કરી શકો છો.
કયા સુધી પહોંચ્યો આ પ્રસ્તાવ?
મંત્રાલયે આ બંને પ્રસ્તાવોને મંજૂરી આપી છે અને હવે તેને નાણા મંત્રાલય પાસે મોકલ્યા છે. કારણ કે તેનાથી સરકારને ટોલથી થતી આવકમાં થોડો ઘટાડો થશે, તેથી અંતિમ નિર્ણય ત્યાંથી લેવાશે.
આ પણ વાંચોઃ 1 નહીં 5 પ્રકારની હોય છે SIP, રોકાણ કરતા પહેલા જાણી લો દરેકની ખાસિયત
સરકારને કેટલું નુકસાન થશે?
આવા ટોલ પ્લાઝા ખુબ ઓછા છે, માત્ર 50ની આસપાસ.
મોટા ભાગના રસ્તાઓ પર જે ટોલ લેવામાં આવે છે તે ખાનગી કંપનીઓ વસૂલે છે, ખાસ કરી ચાર લેન અને તેનાથી મોટા રસ્તા પર.
સરકારને કુલ ટોલથી 61000 કરોડની કમાણી થાય છે, જેમાંથી માત્ર 20-21% સામાન્ય કાર ચાલકો પાસેથી આવે છે. બાકી પૈસા ટ્રક, બસ અને ભારે વાહનોથી આવે છે.
ગડકરીનું શું કહેવું છે?
રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી ખુદ ઘણીવાર કહી ચૂક્યા છે કે સરકાર યાત્રિકોને ટોલ ટેક્સથી રાહત આપવા પર વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે જો ટોલ ઘટાડવામાં આવે તો તેમને કોઈ સમસ્યા નથી.
જો બધુ બરાબર રહ્યું તો જલ્દી સામાન્ય લોકોને ટોલ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. તમે માત્ર 3000 રૂપિયા આપી આખું વર્ષ હાઈવે પર ફરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે