Tanisha Video: કાજોલની નાની બહેન તનિષા મુખરજીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુબ જ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. વીડિયો રવિવારના રોજ મુંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટનો છે જેમાં તનિષા ઉપરાંત સુષ્મિતા સેન, વામિકા ગબ્બી, હુમા કુરેશી અને બાબિલ ખાન જેવી હસ્તીઓ સામેલ થઈ હતી. આ અવસરે તનિષાએ બ્લેક સી-થ્રુ ડ્રેસ પહેર્યો હતો જેના પર સફેદ ફૂલ લાગેલા હતા. આ ડ્રેસ જોવામાં જ રિવિલિંગ હતો. આ વાયરલ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ યૂઝર્સ આ ડ્રેસને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે.
આવી ઢગલો કમેન્ટ્સ
તનિષા મુખરજીનો આ વાયરલ વીડિયો જોયા બાદ એક ઈન્ટરનેટ યૂઝરે લખ્યું કે આ બોલ્ડનેસ નહીં, અશ્લીલતા કહેવાય. એક અન્ય યૂઝરે લખ્યું કે નગ્ન નાચ થઈ રહ્યો છે બોલીવુડમાં. અન્ય એક યૂઝરે લખ્યું કે ઉર્ફી જાવેદને ટક્કર આપવાની નિષ્ફળ કોશિશ. એક અન્ય યૂઝરે લખ્યું કે તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે કાજોલની બહેન માટે શરમજનક. મને ખુશી છે કે કાજોલે ક્યારેય આવું કર્યું નથી. ઘટિયા પબ્લિસિટી સ્ટંટ. થોડા જાણીતા થવા માટે લોકો કેવું પોતાનુ ઈમાન વેચી નાખે છે. એક યૂઝરે લખ્યું કે ફેમસ થવા માટે કોઈ પણ હદ પાર કરી નાખે છે લોકો.
અજય દેવગણની સાળી અને કાજોલની બેન છે તનિષા
47 વર્ષની તનિષા મુખરજી દિગ્ગજ બોલીવુડ અભિનેત્રી તનુજાની નાની પુત્ર છે. કાજોલની નાની બહેન અને અજય દેવગણની સાળી છે. તનિષા પોતે પણ અભિનેત્રી છે. તેણે નીલ એન્ડ નિક્કી, સરકાર, ટેંગો ચાર્લી, વન ટુ થ્રી, તુમ મિલો તો સહી, કોડ નેમ અબ્દુલ, લવ યુ શંકર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 2013માં તનિષા બિગ બોસ 7માં પણ સ્પર્ધક તરીકે જોવા મળી હતી અને ફર્સ્ટ રનરઅપ હતી. તેણે ગેંગ્સ ઓફ હંસીપુર જેવા શોમાં જજ તરીકે અને ફિયર ફેક્ટર: ખતરો કે ખિલાડી 7, ઝલક દિખા જા 11 જવા રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે