Home> Business
Advertisement
Prev
Next

ટામેટાનો ભાવ કાબૂમા આવ્યો, ત્યાં દાળના ભાવમાં ભડકો ; દાળના ભાવ આસમાને પહોંચ્યા

Dal Price Hike : છેલ્લાં 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ દરેક દાળના ભાવમાં 10 થી 25 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ કારણે ગૃહિણીઓને ફરી એકવાર ટેન્શન થઈ રહ્યું છે
 

ટામેટાનો ભાવ કાબૂમા આવ્યો, ત્યાં દાળના ભાવમાં ભડકો ; દાળના ભાવ આસમાને પહોંચ્યા

Gujarati News : તહેવારોનો સમય આવી રહ્યો છે અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. હજુ તો માંડ ટામેટાના ભાવથી રાહત મળી ત્યાં તો દાળના ભાવ આસમાને પહોંચતા ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક કિલોએ 10થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. વડોદરાના હાથીખાના માર્કેટના પ્રમુખ નિમેષ મહેતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં ભાવવધારો થયો છે. તુવેર દાળમાં કિલોએ 10થી 12 રૂપિયાનો વધારો થયો છે. અડદ દાળમાં કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો છે અને ચણા દાળમાં કિલોએ 4થી 5 રૂપિયાનો વધારો થયો છે. હાલ થોડા સમય માટે આ ભાવવધારો થયો છે.

fallbacks

દરેક દાળના ભાવમાં 10 થી 25 રૂપિયાનો વધારો 
હજી ટામેટાના ભાવમાં માંડ રાહત થઈ છે. તેમાં તેલના ભાવમાં ભડકો થયો છે. આ ભાવ વધારો ઓછો હતો ત્યાં હવે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવા સમાચાર બન્યા છે. છેલ્લાં 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ દરેક દાળના ભાવમાં 10 થી 25 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ કારણે ગૃહિણીઓને ફરી એકવાર ટેન્શન થઈ રહ્યું છે. 

સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જનારા સાવધાન, કેનેડા સરકારના આ નિર્ણયથી પ્લાનિંગ ફેલ જશે

કેમ વધ્યા દાળના ભાવ 
મોંઘવારીને કાબૂમાં રાખવામાં સરકાર અસમર્થ રહી છે. એક પછી એક જીવન જરૂરિયાતી વસ્તુઓના વધતા ભાવ સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે. મોંઘવારી બેકાબૂ બની રહી છે. દાળના વધતા ભાવ પાછળ વેપારીઓએ વિવિધ કારણો જણાવ્યા. તેમણે કહ્યું કે, ગત વર્ષે તુવેરનું પ્રોડ્કશન ઓછું થયુ હતું. તેમજ આફ્રિકા, બર્મામાં પાક ઓછો થતા દાળની આયાત ઘટી છે. આ ઉપરાંત યુદ્ધની પરિસ્થિતિમાં તમામ દેશોએ દાળનો ઓવરસ્ટોક કર્યો હોય તેવુ પણ કહેવાય છે. તો તહેવારોની સીઝનમાં દાળની માગમાં વધારો થતા ભાવ વધાર થતા તુવેર, અડદ અને ચણાની દાળમાં ભાવમાં વધારો થયો છે તેવુ ચર્ચાય છે. 

ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી, અલ નિનોને કારણે ખેંચાઈ ગયો વરસાદ

ગત બે મહિનામાં દાળના ભાવમાં ખાસ કરીને અડદની દાળના ભાવમાં વધારો આવ્યો છે. અડદની દાળ પહેલા 120 રૂપિયે કિલો મળતી હતી, જેનો ભાવ હવે 155 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. તો તે રિટેલમાં 165 રૂપિયા કિલોના ભાવે પણ વેચાઈ રહી છે. તો મગની દાળનો પહેલા ભાવ 110 રૂપિયા કિલો હતો, જે હવે 120 રૂપિયા કિલોમાં વેચાય છે. આ રીતે જ મસૂરની દાળની કિંમત 90 રૂપિયા કિલો હતી, જે 100 રૂપિયા રિટેલમાં વેચાય છે. આ ઉપરાંત સફેદ ચણા 160 રૂપિયે કિલો હતા, જે હવે 170 રૂપિયે કિલો પર વેચાય છે. રાજમાના 115 રૂપિયા હતા, જે હવે 170 રૂપિયે કિલો થઈ ગયા છે. 

ડાકોર મંદિરમાં હવે થશે VIP દર્શન, આટલા રૂપિયા ચૂકવી સીધા ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી

ટામેટાના ભાવમાં માંડ હાલ રાહત થઈ છે. જેને કારણે મધ્યમવર્ગીય લોકો ટામેટાને રસોઈથી દૂર કરી રહ્યાં છે. ત્યારે હવે દાળના ભાવ નાગરિકોને રડાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More