Relationship Tips: લગ્ન એક પવિત્ર બંધન છે જેમાં બે લોકો એકબીજા સાથે પ્રેમ અને વિશ્વાસથી આખું જીવન પસાર કરે છે. પરંતુ ઘણી વખત સંબંધોમાં પતિ કે પત્ની પોતાની મર્યાદા ભૂલે છે અને જેના કારણે તેઓ પોતાના જીવનસાથી સાથે જ બેવફાઈ કરે છે. પુરુષોની જિંદગીમાં પર સ્ત્રી આવે તેવી તો ઘણી ઘટનાઓ બને છે. પરંતુ ખૂબ ઓછી ઘટના બને છે જ્યારે લગ્ન સંબંધમાં પત્ની પતિ સાથે બેવફાઈ કરે. ટૂંકમાં કહીએ તો પત્ની પણ પતિથી છુપાઈને પર પુરુષ સાથે સંબંધ રાખતી હોય છે. પત્નીના જીવનમાં પરપુરુષ ની એન્ટ્રી થાય તેના માટે પણ કેટલાક કારણો જવાબદાર હોય છે. લગ્ન જીવનમાં ચાર ખામીઓ હોય તો પત્ની તેને દૂર કરવા માટે પોતાના પાર્ટનરને ચીટ કરી શકે છે. આજે તમને જણાવીએ લગ્નજીવનની એ ચાર ખામી વિશે જેને દૂર કરવા માટે પત્ની પોતાના પતિ સાથે બેવફાઈ કરે છે.
પ્રેમનો અભાવ
આ પણ વાંચો:
જો જો..તમારા સાથીનું કોઈ બીજા સાથે ચક્કર તો નથી ચાલતું ને? આ સંકેતો જણાવી દેશે
Relationship માં તમારો પાર્ટનર સીરિયસ છે કે કરે છે ટાઈમપાસ જાણો આ 4 રીત
પતિ-પત્નીના સંબંધોમાં અંતરનું કારણ બને છે આ 3 વાતો, તમારી વચ્ચે તો નથી ને આવું ?
મહિલા પોતાના સંબંધમાં ત્યારે જ દગો કરે છે જ્યારે તેને પોતાના પતિ પાસેથી પ્રેમ ન મળતો હોય. ઘણી વખત પતિ પોતાની પત્નીને પ્રેમ આપતો નથી અને તેની ચિંતા પણ કરતો નથી આ કારણોને લીધે પત્નીને પોતાના પતિથી નફરત થવા લાગે છે. આવા સમયમાં જો તેને કોઈપણ પુરુષ તરફથી લાગણી મળે તો તે પતિ સાથે બેવફાઈ કરી બેસે છે.
લગ્ન જીવનમાં ખુશીઓનો અભાવ
પોતાના પતિ પાસેથી એક પત્નીને ઘણી બધી અપેક્ષાઓ હોય છે પરંતુ જ્યારે પતિ આ અપેક્ષાઓને પૂરી નથી કરતો અને લગ્ન જીવનમાં ખુશીઓનો અભાવ રહે છે ત્યારે પણ એક સ્ત્રી પોતાની ખુશીઓ સંતોષવા માટે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી બેસે છે.
સેક્સ્યુઅલ સેટિસફેકશનનો અભાવ
લગ્ન જીવનમાં જો પતિ પત્ની વચ્ચે સેક્સ્યુઅલ સેટિસફેકશન ન હોય તો તેના કારણે પણ પતિ પત્ની એકબીજાથી દૂર રહેવા લાગે છે. જો સ્ત્રીને પોતાના પતિ પાસેથી શારીરિક સુખ ન મળતું હોય તો તે બીજા પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે.
લક્ઝરી લાઇફની ઈચ્છા
દરેક સ્ત્રીને ઈચ્છા હોય છે કે લગ્ન પછી તે પોતાના પતિ સાથે લક્ઝરી જીવન જીવે. જ્યારે લગ્ન પછી પણ પતિ પત્નીની ઈચ્છા પૂરી ન કરી શકે અને તેની જરૂરિયાત અને શોખ પુરા ન થતા હોય તો સ્ત્રી પોતાના માટે બીજા વિકલ્પો પસંદ કરવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે સ્ત્રીના જીવનમાં પર પુરુષની એન્ટ્રી થાય છે તો તેને સંબંધ રાખવામાં કંઈ ખોટું પણ લાગતું નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે