Stock Market News: શેર બજારમાં બોનસ શેર આપવાનો સિલસિલો યથાવત છે. ઉજાસ એનર્જી લિમિટેડ પણ પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપી રહી છે. કંપનીએ આ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી હતી. આવો વિગતવાર જાણીએ.
25 શેર પર મળશે 17 શેર ફ્રી
ઉજાસ એનર્જી લિમિટેડે શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું હતું કે 25 શેર પર યોગ્ય ઈન્વેસ્ટરોને 17 શેર બોનસ આપવામાં આવશે. તે માટે રેકોર્ડ ડેટ 30 મે 2025 નક્કી કરવામાં આવી હતી, જે આજે છે. એટલે કે આજે કંપની રેકોર્ડ બુક ચેક કરશે. જે ઈન્વેસ્ટરોના નામ આજે કંપનીની રેકોર્ડ બુકમાં હશે, તેને બોનસ શેરનો લાભ મળશે.
બીજીવાર બોનસ શેર આપી રહી છે કંપની
આ સતત બીજું વર્ષ છે જ્યારે કંપનીના શેર એક્સ-બોનસ ટ્રેડ કરી રહ્યાં છે. આ પહેલા સપ્ટેમ્બર 2024માં કંપનીના શેર એક્સ-બોનસ ટ્રેડ થયા હતા. ત્યારે કંપનીએ 4 શેર પર એક બોનસ શેર આપ્યો હતો.
આ પણ વાંચોઃ ધનવાન કેવી રીતે બનવું? આ 9 ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ તમારું જીવન બદલી નાખશે
2017મા કંપનીએ આપ્યું હતું ડિવિડેન્ડ
ડિવિડેન્ડની વાત કરીએ તો ઉજાસ એનર્જી લિમિટેડના શેર છેલ્લે 2017મા એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ થયા હતા. ત્યારે કંપનીએ દરેક શેર પર 0.05 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. આ પહેલા 2012મા કંપનીના શેર સ્પ્લિટ થયા હતા. ત્યારે કંપનીએ એક શેરને 10 ભાગમાં વિભાજીત કર્યા હતા. સ્ટોક સ્પ્લિટ થયા બાદ કંપનીના શેરની ફેસ વેલ્યૂ ઘટી 1 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ હતી.
આજે શેરમાં આવી તેજી
બોનસ શેરના રેકોર્ડ ડેટ આજે હોવાને કારણે કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. કંપનીના શેર આજે 458 રૂપિયાની કિંમત પર ટ્રેડ થઈ રહ્યાં છે, આજે શેરમાં 18 રૂપિયા જેટલો વધારો થયો છે. કંપનીના શેરનો 52 વીક હાઈ 699 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 120.09 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે