Home> LifeStyle
Advertisement
Prev
Next

White Hair: કચરો સમજી ફેંકવી નહીં દાડમની છાલ, આ રીતે બનાવી લો હેર ડાઈ, આ કલર લાંબા સમય સુધી સફેદ વાળને કાળા રાખશે

Natural Hair Dye For White Hair: દાડમની છાલને 99 ટકા લોકો કચરામાં જ ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દાડમની છાલથી એવો હેર કલર બની શકે છે જે સફેદ વાળને લાંબા સમય સુધી કાળા રાખે છે ? ચાલો આજે તમને જણાવીએ આ કલર કેવી રીતે બને અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો.
 

White Hair:  કચરો સમજી ફેંકવી નહીં દાડમની છાલ, આ રીતે બનાવી લો હેર ડાઈ, આ કલર લાંબા સમય સુધી સફેદ વાળને કાળા રાખશે

Natural Hair Dye For White Hair: સફેદ વાળની સમસ્યાથી અનેક લોકો પરેશાન હોય છે. જે લોકોને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે તેઓ તો વધારે ટેન્શનમાં હોય છે કારણ કે વાળને કલર ન કરે તો સફેદ વાળ દેખાય અને વાળમાં વારંવાર કેમિકલ વાળા કલર લગાડવામાં આવે તો વાળને નુકસાન થાય. આવામાં કરવું શું ? આવો પ્રશ્ન તમને પણ થતો હોય તો તેનું સમાધાન આજે તમને મળી જશે.

fallbacks

આ પણ વાંચો: ફુગ્ગા જેવી ફુલેલી રોટલી બનાવવા અપનાવો આ 5 ટ્રીક, કલાકો સુધી રહેશે રુ જેવી સોફ્ટ

વાળને કાળા કરવા માટે કેમિકલ યુક્ત ડાઈ કે કલર યુઝ કરવામાં આવે તો તેનાથી વાળની ચમક છિનવાઈ જાય છે અને તેની અસર પણ થોડા દિવસો સુધી જ રહે છે. ઘણીવાર ડાઈના કારણે હાથ પર, કપાળ પર કાળા નિશાન પણ થઈ જાય છે. જેના કારણે પણ શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. પરંતુ જો તમે દાડમની છાલમાંથી હેર હાઈ બનાવીને યુઝ કરશો તો તેનાથી આવી સમસ્યા નહીં થાય. આ કલર સફેદ વાળને જ કાળા કરશે. તેનાથી સ્કિન પર ડાઘ પડશે નહીં.

આ પણ વાંચો: સવારે નાસ્તામાં આ સફેદ વસ્તુ ખાવાનું રાખો, આખો દિવસ એનર્જી રહેશે અને ચરબી પણ નહી વધે

વાળને નુકસાન ન થાય તેવો કલર દાડમની છાલમાંથી બનાવી શકાય છે. એટલે કે દાડમની છાલને અહીં દર્શાવ્યાનુસાર યુઝ કરો તો તે સફેદ વાળને મૂળમાંથી કાળા કરે છે. ખાસ વાત એ છે કે આ રીતે વાળને કાળા કરશો તો સફેદ વાળ દિવસો સુધી કાળા જ રહેશે. આ નેચરલ હેર ડાઈથી વાળને નુકસાન પણ નહીં થાય. તો ચાલો તમે પણ જાણી લો કે સફેદ વાળને દાડમની છાલથી કાળા કેવી રીતે કરવા.

આ પણ વાંચો:મેલ દુર કરી ગરદનને રુપાળી કરી શકે છે આ 5 વસ્તુઓ, જાણો કઈ વસ્તુને કેવી રીતે યુઝ કરવી

દાડમની છાલનો કલર કેવી રીતે બનાવવો ?

દાડમની છાલમાંથી હેર કલર બનાવવા માટે લોઢાની કઢાઈમાં દાડમની છાલને બરાબર શેકી લેવી. જ્યારે છાલનો રંગ કાળો થી જાય ત્યારે તેમાં 2 ચમચી કલૌંજી ઉમેરી 2 મિનિટ શેકી ગેસ બંધ કરી દો. દાડમની છાલ ઠંડી થઈ જાય એટલે તેનો પાવડર કરી લો. આ પાવડરમાં 1 ચમચી આમળાનો પાવડર અને 1 કપ સરસવનું તેલ ઉમેરી પેસ્ટ બનાવો. તૈયાર કરેલી પેસ્ટને વાળમાં સારી રીતે લગાડી 1 કલાક સુધી રાખો. ત્યારબાદ વાળ માઈલ્ડ શેમ્પૂથી વોશ કરો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More