Home> Business
Advertisement
Prev
Next

Stocks to Buy: પૈસાથી બનશે પૈસા, આ 2 શેર અપાવી શકે છે દમદાર રિટર્ન, એક્સપર્ટની છે પસંદ

Stocks to Buy: શેર બજારમાં ખરીદી માટે વિકાસ સેઠીએ બે દમદાર શેરને પસંદ કર્યાં છે. અહીં ખરીદી કરી શોર્ટ ટર્મમાં મોટી કમાણી કરી શકાય છે. 

Stocks to Buy: પૈસાથી બનશે પૈસા, આ 2 શેર અપાવી શકે છે દમદાર રિટર્ન, એક્સપર્ટની છે પસંદ

નવી દિલ્હીઃ Stocks to Buy: શેર બજારમાં ખરીદી માટે માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ 2 દમદાર શેરને પસંદ કર્યા છે. જો તમે પણ શેર બજારમાં ખરીદી કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે અને તમારા પોર્ટફોલિયોને દમદાર બનાવવા ઈચ્છો છો તો નિષ્ણાંતના મત પર ખરીદી કરી શકો છો. એક્સપર્ટ પ્રમાણે આ શેરોમાં ખરીદી કરી શોર્ટથી લોન્ગ ટર્મમાં સારી કમાણી કરી શકાય છે. જો તમે પણ શેર બજારમાં પૈસા લગાવીને મોટી કમાણી કરવા ઈચ્છો છો તો નિષ્ણાંતે આપેલા શેર પર ખરીદી કરી શકો છો. 

fallbacks

વિકાસ સેઠીની પસંદ છે આ Stocks
માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ કેશ માર્કેટથી બે દમદાર શેરો પર ખરીદીની સલાહ આપી છે. વિકાસ સેઠીએ ખરીદી માટે Vesuvius Ind અને Vardhman Textile ને પસંદ કર્યા છે. જો તમે પણ શોર્ટ ટર્મમાં મોટી અને દમદાર કમાણી કરવા ઈચ્છો છો તો તેની કમાણી કરી શકો છો. 

Vesuvius Ind માં ખરીદીની સલાહ
આ એક અમેરિકા બેસ્ડ એમએનસી (MNC) કંપની છે. આ કંપની રેફ્રેટરી ગુડ્સની ટ્રેડિંગ અને મેન્યૂફેક્ચરિંગની ગ્લોબલ કંપની છે. આ સિવાય કંપની ઇનોવેશન અને કસ્ટમાઇઝર સોલ્યૂશન માટે જાણીતી છે. 

આ પણ વાંચો- Salary Hike: સરકારી કર્મચારીઓને મળ્યો ડબલ ફાયદો, પગારમાં થયો 23.29% ન વધારો, નિવૃત્તિની ઉંમર વધીને 62 થઈ

કેવા છે કંપનીના ફન્ડામેન્ટલ
એક્સપર્ટ પ્રમાણે કંપનીના ફન્ડામેન્ટલ સોલિડ છે. આ એક ઝીરો ડેટ કંપની છે. આ વર્ષે કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દમદાર પરિણામ રજૂ કર્યાં. કંપનીએ આ દરમિયાન 19 કરોડ રૂપિયાનો નફો રજૂ કર્યો હતો, જ્યારે પાછલા વર્ષે તેનો નફો 16 કરોડ રૂપિયા હતો. 

Vesuvius Ind - Buy Call
CMP - 1130
Target - 1160
Stop Loss - 1080

Vardhman Textile માં ખરીદીની સલાહ
એક્સપર્ટે જણાવ્યું કે, હાલના સમયમાં ટેક્સટાઇલ સેક્ટરને લઈને ખુબ બુલિશ છે. સરકારની PLI સ્કીમ અને ચીન પર લાગેલા અમેરિકાના પ્રતિબંધોને જોતા ભારતના ટેક્સટાઇલ સેક્ટરને તેનો મોટો ફાયદો મળવાનો છે. 

આ પણ વાંચો- RBI માત્ર રૂપિયો, બે રૂપિયા, કે 5, 10 ના જ નહીં 150 અને 250 ના પણ બનાવે છે સિક્કા! તમારે જોઈતા હોય તો આટલું કરો

Vardhman Textile - Buy
CMP - 2601
Target - 2750
Stop Loss - 2570

આ કંપની 75થી વધુ દેશોમાં પોતાનો સામાન સપ્લાય કરે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 472 કરોડ રૂપિયાનો નફો રજૂ કર્યો હતો. જ્યારે પાછલા વર્ષે 56 કરોડ રૂપિયાનો નફો રજૂ કર્યો હતો. ડેટ ઇક્વિટી રેશિયો 0.29 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More