Home> Gujarat
Advertisement
Prev
Next

તમારે કાંઇ કરવાનું નથી હાઇ-ફાઇ ભાભી છે તેમને ખુશ કરવાનાં અને ખેડૂત હવેલીએ પહોંચ્યા પછી તો...

ભાવનગરનો ખેડુત ચાર મહિના પહેલા ફેસબુક પર ભોગ બન્યા બાદ તેને રૂપિયાની તકલીફ હોવાથી ફેસબુક પર છોકરીના નામે બોગસ એકાઉન્ટ બનાવી કોલબોયની નોકરી માટે જાહેરાત મુકી હતી. સુરત સરથાણામાં રત્ન કલાકારને ફસાવી તેની પાસેથી રૂ. 29 હજાર પડાવી તેના ઓપન ફોટો અને વીડીયો વોયરલ કરી દેતા સાયબર ક્રાઈમ પોલીસે ખેડુતની ધરપકડ કરી હતી.

તમારે કાંઇ કરવાનું નથી હાઇ-ફાઇ ભાભી છે તેમને ખુશ કરવાનાં અને ખેડૂત હવેલીએ પહોંચ્યા પછી તો...

સુરત : ભાવનગરનો ખેડુત ચાર મહિના પહેલા ફેસબુક પર ભોગ બન્યા બાદ તેને રૂપિયાની તકલીફ હોવાથી ફેસબુક પર છોકરીના નામે બોગસ એકાઉન્ટ બનાવી કોલબોયની નોકરી માટે જાહેરાત મુકી હતી. સુરત સરથાણામાં રત્ન કલાકારને ફસાવી તેની પાસેથી રૂ. 29 હજાર પડાવી તેના ઓપન ફોટો અને વીડીયો વોયરલ કરી દેતા સાયબર ક્રાઈમ પોલીસે ખેડુતની ધરપકડ કરી હતી.

fallbacks

પાણીપુરીના શોખીન લોકો માટે ચેતવણીરૂપ સમાચાર, લારી પર ખાતા પહેલા વાંચી લેજો, નહીં તો સિદ્ધપુરના બાળકો જેવી હાલત થશે

સુરત શહેરના સરથાણા ખાતે 29 વર્ષીય રત્નકલાકારે સાયબર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતા. તેમને રૂપિયાની સખત જરૂર હતી. દરમિયાન ગત -28 નવેમ્બરે ફેસબુક પર ઓનલાઈન જોબ સર્ચ કરતાં હતા. ત્યારે જીનલ મહેતા નામનું એકાઉન્ટ જોતાં તેમાં કોલબોયની જાહેરાત વાંચી હતી. જેમાં એક છોકરીએ 5 હજાર રૂપિયા મળશે તેવી જાહેરાત લખી હતી. તેમાં આપેલા વોટસએપ નંબર પર મેસેજ કરતાં મુકેશ શર્મા નામે ઓળખ આપી હતી. 

કોઈ ના કરે તે ગુજરાતી કરી દેખાડે! ઉત્તરાયણ પહેલા માર્કેટમાં આવી ગઈ અવનવી વેરાયટીની ચીકી, જાણો શું છે ભાવ?

6 મહિના નોકરી કરવી હોય તો 1000 અને એક વર્ષ નોકરી કરવી હોયતો 2 હજાર ભરવા કહ્યું હતુ. આથી તેમને ગુગલ પે ઉપર બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેને સ્વેતા નામની છોકરીનો નંબર રત્નકલાકારને આપ્યો હતો. સ્વેતાએ વોટસએપ કરીને પોતે વડોદરા હોવાનું અને સુરતમાં હોટેલ બુક કરાવવાની છે. પરંતુ તેના પિતાનું એપરેશન હોવાથી દવાખાને લઈ જાઉ છું. એટલે 6 હજાર હોટલ બુકિંગના ટ્રાન્સફર કરાવી દો તેમ કહ્યું હતુ. બાદમાં તેની પાસેથી ધીમે ધીમે 29 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી થઈ હતી. આ વચ્ચે એકવાર રત્નકલાકાર પાસે ઓપન ફોટો અને વિડીયો માંગતા રત્નકલાકારે તે મોકલી આપ્યો હતો. આ ફોટો- વિડીયો બાદમાં રત્નકલાકારના સંબંધીઓને વાયરલ કરી દીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોધી આરોપી ભીમાભાઈ ઉર્ફે ભીમો રાજુભાઈ ભંમરની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More