Home> Business
Advertisement
Prev
Next

શું 500 રૂપિયાની નોટ થઈ જશે બંધ? લોકોની વચ્ચે ફેલાયો ભ્રમ, જાણો વાયરલ મેસેજનું સત્ય

Rs 500 Denomination notes from ATM: છેલ્લા કેટલાક દિવસથી એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેવામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 500 રૂપિયાની નોટ બંધ થઈ શકે છે.
 

શું 500 રૂપિયાની નોટ થઈ જશે બંધ? લોકોની વચ્ચે ફેલાયો ભ્રમ, જાણો વાયરલ મેસેજનું સત્ય

નવી દિલ્હીઃ શું રિઝર્વ બેંક 2000 બાદ હવે 500 રૂપિયાની નોટ પણ બંધ કરવા જઈ રહી છે? હકીકતમાં વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે રિઝર્વ બેંકએ બેંકોને નિર્દેશ આપ્યો છે કે તે એટીએમમાં 500 રૂપિયાની નોટ નાખવાનું ધીમે-ધીમે બંધ કરી દે. મેસેજમાં કહેવામાં આવ્યું કે માર્ચ 2026 સુધી એટીએમમાંથી 500 રૂપિયાની નોટ નીકળવાનું સંપૂર્ણ રીતે બંધ થઈ જશે.

fallbacks

મેસેજમાં લખ્યું છે 'રિઝર્વ બેંકે બધી બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું બંધ કરવા કહ્યું છે. 31 માર્ચ 2026 સુધીમાં 75% બેંકોના ATM માંથી અને પછી 90% ATM માંથી 500 રૂપિયાની નોટો બંધ કરવાનો લક્ષ્યાંક છે. ભવિષ્યમાં, ATM માંથી ફક્ત 200 અને 100 રૂપિયાની નોટો જ નીકળશે. તેથી અત્યારથી જ તમારી પાસે રહેલી 500 રૂપિયાની નોટો ખર્ચવાનું શરૂ કરો.'

આ પણ વાંચોઃ 2 રૂપિયાના સ્ટોકે કરાવી છપ્પરફાડ કમાણી, 1 વર્ષમાં એક લાખના બની ગયા 85 લાખ રૂપિયા

શું છે વાયરલ મેસેજનું સત્ય?
પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ મેસેજને ખોટો ગણાવવામાં આવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું કે રિઝર્વ બેંક દ્વારા આવો કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી અને 500 રૂપિયાની નોટ હજુ લીગલ ટેન્ડર છે. તેનો મતલગ છે કે 500 રૂપિયાની નોટ હજુ કાયદાકીય રીતે માન્ય છે અને તેનો ઉપયોગ કરી શકાય છે.

PIB એ કહ્યું- ખોટી માહિતીથી બચો
PIB એ લોકોને આવી ખોટી માહિતીથી દૂર રહેવાની સલાહ આપી છે. PIB ફેક્ટ ચેક યુનિટે લોકોને કોઈપણ સમાચારની સત્યતા જાણવા માટે સરકારી વેબસાઇટ જેવા વિશ્વસનીય સ્થળોએથી માહિતી મેળવવા કહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમને કોઈ સંદેશ ખોટો લાગે છે, તો તેની ફરિયાદ કરો. આ ખોટી માહિતી ફેલાવાને રોકવામાં મદદ કરશે.

રિઝર્વ બેંક તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સર્કુલર જારી કરવામાં આવ્યો નથી જેમાં 500 રૂપિયાની નોટોની સ્થિતિ કે ચલણમાં કોઈ ફેરફારનો સંકેત આપવામાં આવ્યો હોય. 500 રૂપિયાની નોટ હજુ દેશભરમાં સ્વીકાર કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More