Gujarat Politics ; કોંગ્રેસ હાઈકમાન્ડ હાલ ગુજરાત કોંગ્રેસના નવા સુકાની માટે મંથન કરી રહ્યું છે. ગુજરાતના કયા નેતાને પ્રમુખ પદ સોંપાશે તે લગભગ ફાઈનલ થઈ ગયું છે. બે-ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નામની ઘોષણા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેકે, આ વચ્ચે અમિત ચાવડા પ્રબળ દાવેદાર છે તેવું આંતરિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ નામોની પેનલ તૈયાર કરાઈ હતી
ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ માટે હાઇકમાન્ડે પેનલ તૈયાર કરી છે. પ્રદેશ અધ્યક્ષ માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરાઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે બે નામોની પેનલ તૈયાર કરાઈ છે. તો પ્રદેશ અધ્યક્ષ માટે અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈના નામ ટોપ-3 માં છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે શૈલેષ પરમાર અને કિરીટ પટેલના નામ ચર્ચામાં છે. પરંતું હાઈકમાન્ડ ઓબીસી નેતા અમિત ચાવડાને ફરી પ્રમુખપદ સોંપી શકે છે.
અમિત ચાવડા પર પસંદગીનો કળશ ઢોળાશે
પહેલા એમ હતું કે, ગુજરાત કોંગ્રેસને મહિલા સુકાની તરીકે ગેનીબેન ઠાકોર મળશે. પરંતુ આંતરિક સૂત્રો અનુસાર, અમિત ચાવડા હાઈકમાન્ડની પહેલી પસંદગી છે. જો અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બને તો વિધાનસભા વિપક્ષનું પદ ખાલી પડશે. જો અમિત ચાવડા નવા પ્રમુખ બને તો વિધાનસભા વિપક્ષ નેતા તરીકે જિજ્ઞેશ મેવાણીને તક મળી શકે છે. મેવાણીની છાપ યુવા તેમજ આક્રમક નેતા તરીકેની છે. તેઓ સતત એક્ટિવ રહે છે, અને રાહુલ ગાઁધી સાથે ઘરોબો ધરાવે છે. તેમજ ઉપનેતા તરીકે કિરીટ પટેલની પસંદગી થઈ શકે છે.
અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ મંદિર હટાવવા માતાજીની રજા લેવા ભૂવા પાસે ગયા
કોંગ્રેસનું ‘પ્રમુખ પદ’ કેટલું ચેલેન્જિંગ
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કવાયત જોરશોર હાથ ધરાઈ છે. જલ્દી જ આ નામની જાહેરાત થશે. કોંગ્રેસનું પ્રમુખ પદ ખૂબ મહત્વનું બનશે. રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને મોડલ સ્ટેટ અપનાવી જિલ્લા સ્તરથી પ્રમુખ પદ પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પહેલીવાર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં તાલુકા જિલ્લા સ્તરે નવો પ્રયોગ કરાયો છે. ચોક્કસ તેમાં કેટલાક નામોની સામે આંતરિક નારાજગી છે. હવે પ્રદેશ પ્રમુખનું નામ નક્કી કરવામાં આવશે. લગ્નના ઘોડા કે રેસના ઘોડા શબ્દ પ્રયોગ રાહુલ ગાંધી સામે પ્રશ્ન ઊભો કરી રહ્યો છે. પ્રમુખ પદના નામમાં કોઈ નવું નામ સામે આવે છે કે પછી કોંગ્રેસ ગાજ્યા પ્રમાણે નહીં વરસીને જૂના જોગીની જ પસંદગી કરે છે તે પણ જોવું રહ્યું. હાલ ઓબીસીમાંથી અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર, લાલજી દેસાઈ નામ ચર્ચામાં છે. તો પાટીદારમાંથી પરેશ પટેલ, કિરીટ પટેલ જેવા નામો ચર્ચા રહ્યા છે. જિગ્નેશ મેવાણી અને શૈલેષ પરમારને પણ મહત્વનું સ્થાન મળી શકે. 2027 માં કોંગ્રેસ કેટલું કાઠું કાઢશે તે લગભગ પ્રમુખ પદના નામની પસંદગી ઉપરથી ખબર પડી જશે. કોંગ્રેસમાં વાતો ગમે તેટલી જતી હોય પણ આખરે જૂના જોગીઓની પકડ જ મજબૂત રહેતી હોય છે. તેના કારણે કોંગ્રેસ જ્યાં છે ત્યાં કે તેનાથી નીચલા સ્તરે પહોંચે છે.
ગુજરાતમાં હવે કોળી સમાજ કંઈક નવાજૂની કરવાના મૂડમાં, ગાંધીનગરમાં એકઠા થયા આગેવાનો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે