અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે. જેની અસર આજે શેર બજારમાં લિસ્ટેડ ભારતીય કંપનીઓ પર પણ જોવા મળી. આ કંપનીઓ છે અવંતી ફીડ્સ, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ અને કોસ્ટલ કોર્પ. અવંતી ફીડ્સના શેરની વાત કરીએ તો તે લગભગ 2 ટકા તૂટીને 720 રૂપિયાના સ્તરે પહોંચ્યો. જ્યારે એપેક્સ ફ્રોઝનના શેર 6 ટકાથી વધુ તૂટીને 199 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. એ જ રીતે કોસ્ટલ કોર્પના શેર પણ 3 ટકાથી વધુ ગગડીને 35 રૂપિયાથી ઓછા પર ટ્રેડ થતા જોવા મળ્યા.
ડિસેમ્બર ત્રિમાસિક સુધી અવંતી ફીડ્સે ઉત્તરી અમેરિકી બજારમાં પોતાના કુલ રાજસ્વનો 69 ટકા પ્રાપ્ત કર્યો. કંપનીએ યુરોપમાંથી 17 ટકા અને એશિયામાંથી 14 ટકા રાજસ્વ મેળવ્યું. ઉત્તરી અમેરિકાથી તેનું રાજસ્વ નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિકમાં 82 ટકાથી ગગડ્યું હતું. એપેક્સ ફ્રોઝન ફૂડ્સની વાત કરીએ તો લગભગ એક મહિનામાં શેરનું સૌથી નીચલું સ્તર છે. નાણાકીય વર્ષ 2024માં યુએસએ તેનો ટોચનું નિકાસ બજાર હતું. જેમનો નિકાસમાં 64 ટકા ભાગ હતો.
શું છે ટ્રમ્પનો નિર્ણય
અમેરિકાએ પોતાના બજારોમાં આવતા ભારતીય સામાનો પર 26 ટકા રેસિપ્રોકલ ટેક્સ ઝીંકવાની કે આયાત કર લગાવવાની જાહેરાત કરી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ ટેરિફ ભારતીય સામાનો માટે પડકારો ઉત્પન્ન કરશે.
અમેરિકાએ કેટલો ટેક્સ લગાવ્યો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડતા જ હાહાકાર મચ્યો છે. ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સ લગાવવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ પગલાંથી ભારત પર અસર પડશે. ટ્રમ્પે જવાબી ટેરિફ લગાવતા ભારતથી આયાત થતા તમામ પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ પેટ્રોલિયમ, ઓટોમોબાઈલ, ટેલિકોમ, જેમ્સ એન્ડ સ્ટોન, ઈલેક્ટ્રોનિક મશીન અને પાર્ટ્સ સહિત તે તમામ સામાનો પર ટેરિફ વધી જશે જે ભારત અમેરિકાને વેચે છે. ટ્રમ્પે ભારતથી આવતા ઉત્પાદનો પર ટેક્સ વધાર્યો જો કે ફાર્મા સેક્ટરને બાકાત રાખ્યું.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે જે મીડિયા રિપોર્ટ આધારિત જાણકારી છે. ZEE 24 KALAK તેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે